તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th April 2026
પત્નીને માનસીક- શારીરીક ત્રાસ આપતા પતિએ સાસુને પણ ફટકારી ધમકી આપી
રૈયા રોડ આરએમસી કવાર્ટરમાં રહેતા દિવ્યાબેન બારોટની પતિ હિમાંશુ જાદવ સામે ફરિયાદ

રાજકોટ તા.૪: રૈયા રોડ ઉપર ઈન્ડીયન પાર્ક આરએમસી કવાર્ટરમાં રહેતા દિવ્યાબેન મહેશભાઇ બારોટ (ઉ.વ.૩૪) નામની બ્રાહ્મણ યુવતીએ છેલ્લા છ માસથી માનસીક- શારીરીક ત્રાસ આપી રહેલા પતિએ ગઇકાલે પોતાને અને પોતાની માતાને પતિ હિમાંશુ ઉર્ફે રઘુ ભુરાભાઇ જાદવ રે.ગોૈતમનગર ગાંધીગ્રામે ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્યાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પીએસઆઇ ટી.ડી. જાડેજાએ હિમાંશુ જાદવ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-૮૫, ૧૧૫ (ર), ૩૫૧ (ર) મુજબ ગુનો નોંધી તપાસ હાથધરી છે.
(3:12 PM IST)










