<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

મેટોડામાં ૧૦થી વધુ આખલાઓ પર એસિડ ફેંકાયો

અબોલ પશુઓ વેદનાથી કણસી ઉઠયાઃ ગૌભક્‍તોમાં ભારે રોષ, પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા.૬: શહેરના છેવાડે આવેલા ઔદ્યોગિક હબ મેટોડામાં રવિવારે એક કંપારી છૂટી જાય તેવી અમાનવીય ઘટના પ્રકાશમાં આવી છે. ડાયમંડ પાર્ક પાસે અજાણ્‍યા અસામાજિક તત્‍વોએ ૧૦થી વધુ આખલાઓ પર એસિડ ફેંકી તેમને ગંભીર રીતે ઇજા પહોંચાડી છે. આ જઘન્‍ય કળત્‍યને પગલે પશપ્રેમીઓમાં રોષ જોવા મળ્‍યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, મેટોડાના ડાયમંડ પાર્ક વિસ્‍તારમાં આશરો લેતા રખડતા પશુઓને નિશાન બનાવવામાં આવ્‍યા હતા. અનુમાન છે કે શનિવારની મોડી રાત્રે અથવા રવિવારની વહેલી સવારે જ્‍યારે પશુઓ વિશ્રામ કરી રહ્યા હતા, ત્‍યારે વિકળત માનસ ધરાવતા શખ્‍સોએ તેમના પર એસિડ જેવું જ્‍વલનશીલ પ્રવાહી છાંટયું હતું. સવારે જ્‍યારે સ્‍થાનિક લોકોની નજર લોહીલુહાણ અને દાઝેલી હાલતમાં પશુઓ પર પડી ત્‍યારે સમગ્ર મામલો સામે આવ્‍યો હતો.

આ ઘટનાની જાણ થતા જ રામધણી ફાઉન્‍ડેશનની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી. સંસ્‍થાના સ્‍વયંસેવકોએ એસિડની વેદનાથી કણસતા ૧૦થી વધુ આખલાઓને ભારે જહેમત બાદ રેસ્‍કયુ કર્યા હતા. આ તમામ પશુઓને સારવાર અર્થે ફાઉન્‍ડેશનના આશ્રયસ્‍થાને ખસેડવામાં આવ્‍યા છે જ્‍યાં પશુ ચિકિત્‍સકો દ્વારા તેમની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. કેટલાક આખલાઓની સ્‍થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્‍યું છે.

અબોલ પશુઓ પર થયેલા આ હુમલાને પગલે મોટી સંખ્‍યામાં ગૌભક્‍તો મેટોડા પોલીસમથકે ઉમટી પડ્‍યા હતા અને આરોપીઓની તાત્‍કાલિક ધરપકડ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ડાયમંડ પાર્ક અને આસપાસના વિસ્‍તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે.

(11:27 AM IST)