<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાજકોટ આરટીઓમાં બોંબની ધમકી ખોટી ઠરી : બોંબ સ્‍કવોડે ખુણે-ખુણો ફંફોળી નાખ્‍યો . : જુઓ વિડિયો

 

રાજકોટઃ આજે ઇ-મેઇલથી ધમકી આપતા અજાણ્‍યા શખ્‍સોએ જામનગર આરટીઓમાં બોંબ પ્‍લાન્‍ટ કર્યાની ધમકી આપ્‍યા બાદ રાજકોટ આરટીઓને પણ ઇ-મેઇલથી આવી જ ધમકી મોકલતા તંત્ર દોડતુ થઇ ગયું હતું. સવારથી બપોર સુધી આરટીઓના જુના-નવા બિલ્‍ડીંગ અને ટ્રાયલ ટ્રેકને બંધ કરી દેવાયો હતો. રાજકોટ પોલીસની એસઓજી બ્રાન્‍ચના પીઆઇ સંજયસિંહ જાડેજા તેમની ટુકડી અને બોંબ ડીસ્‍પોઝલ સ્‍કવોડ સાથે  તુરંત આરટીઓ  કચેરીએ પહોંચી ગયા હતા અને આરટીઓ ઇન્‍દ્રજીત ટાંક અને સ્‍ટાફની સાથે સંકલનથી કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. દર વખતની માફક આ વખતે પણ ધમકી ખોટી ઠરી હતી. છેલ્લા ઘણા સમયથી રાજયની કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં બોંબની ધમકીના આવા ઇ-મેઇલ વિદેશી  વિપીએનના ઉપયોગથી મોકલાઇ રહયા છે. આ કારસ્‍તાન પાછળના તત્‍વોને શોધી કાઢવાનું કામ ગુજરાત પોલીસ માટે માથાના દુઃખાવારૂપ સાબીત થઇ રહયું છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:40 PM IST)