<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

તંદુરસ્‍ત જીવનના ૭૬ વર્ષ અને વકીલાતમાં ૫૧ વર્ષ પુરા કરતા રાજકોટના સીનીયર વકીલ નરેશ સીનરોજા

રાજકોટઃ ૫૧ વર્ષથી વકીલાત કરતા નરેશ મોહનલાલ સીનરોજાનો આવતીકાલે તા.૭ના જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના ૭૬ વર્ષ પૂરા કરી ૭૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

વકીલાતના વ્‍યવસાયમાં નરેશ સીનરોજાએ સરકારી અને અર્ધ સરકારી સંસ્‍થાઓમાં તેમજ વીમા કંપનીઓમાં તેમના વકીલ તરીકે કામ કર્યું છે. એડવોકેટ નરેશ સીનરોજા અગાઉ મ્‍યુનીસીપલ કોર્પોરેશનના સીનીયર લીગલ એડવાઈઝર હતા અને ત્‍યારબાદ ગુજરાત સરકારના એડીશનલ પબ્‍લીક પ્રોસીકયુટર પણ હતા. એડવોકેટ નરેશ સીનરોજા અગાઉ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ તરીકે પણ રહી ચુકયા છે. આ ઉપરાંત તેઓ ગુજરાત પોલ્‍યુશન બોર્ડ, ગુજરાત સ્‍ટેટ રોડ ટ્રાન્‍સપોર્ટ કોર્પોરેશન(GSRTC), લાઈફ ઈન્‍શ્‍યોરન્‍સ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા (LIC) તેમજ કંડલા પોર્ટ ટ્રસ્‍ટના લીગલ એડવાઈઝર તરીકે રહી ચુકયા છે. તેમજ સેન્‍ટ્રલ ગર્વમેન્‍ટના GST ડીપાર્ટમેન્‍ટ, કસ્‍ટમ્‍સ ડીપાર્ટમેન્‍ટ અને ઈન્‍કમટેક્ષ ડીપાર્ટમેન્‍ટ વતી સ્‍પે. પબ્‍લીક પ્રોસીકયુટર રહી ચુકેલ છે. આ ઉપરાંત તેઓ ધી ઓરીએન્‍ટલ ઈન્‍શ્‍યોરન્‍સ કંપની લી. અને યુનાઈટેડ ઈન્‍ડીયા ઈન્‍શ્‍યોરન્‍સ કંપની લી. ના પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવે છે.

નરેશભાઈના પિતાશ્રી મોહનભાઈ પણ રાજકોટના સીનીયર વકીલ હતા તેમણે ૬૫ વર્ષ સુધી વકીલાત કરેલી. એડવોકેટ નરેશ સીનરોજા સૌરાષ્ટ્ર યુનીવર્સીટી તથા ક્રાઈસ્‍ટ કોલેજમાં પણ વીઝીટીંગ પ્રોફેસર તરીકે પણ ખુબ જ લાંબો સમય સુધી સેવા આપી ચુકેલ.

રાજકોટના સીનીયર એડવોકેટ શ્રી નરેશ એમ. સીનરોજાના જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએથી જ તેઓને તેમના મો. ૯૮૨૫૦ ૭૬૫૭૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે

 

(4:54 PM IST)