તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
મિલ્કત વેરો ભરવામાં ન્યુ રાજકોટવાસીઓ મોખરે : ૧૮૯.૯૦ કરોડ ઠાલવ્યા
ઇસ્ટ ઝોન શાખાએ ૧૦૮.૯૩ કરોડના ટાર્ગેટ સામે ૯૫.૯૪ કરોડ ભેગા કર્યા : વેસ્ટ ઝોનમાં ૧૮૭.૨૨ કરોડના ટાર્ગેટ સામે ૧૮૯.૯૦ કરોડની આવક : કુલ ૪.૬૩ લાખ કરદાતાઓએ રૂા. ૪૪૭.૯૫ કરોડનો વેરો ભર્યો

રાજકોટ તા. ૬ : ૨૦૨૫-૨૬નું નાણાકીય વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મનપાની મિલ્કત વેરા આવકમાં ન્યુ રાજકોટ એટલે કે વેસ્ટ ઝોનમાં વેરા આવકનો ટાર્ગેટ ૧૦૦ ટકા પૂર્ણ થયાનું ખુલ્યું છે.
મનપાની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪,૬૩,૫૬૪ કરદાતાઓએ અંદાજીત કુલ ૪૪૭.૯૫ કરોડનો મિલકત વેરો તંત્રની તીજોરીમાં ઠાલવ્યો છે. સૌથી વધુ વેસ્ટ ઝનનાં કરદાતાઓએ રૂા. ૧૮૯.૯૦ કરોડ ભર્યો છે.
વેરા શાખામાં નોંધાયેલ વિગતો મુજબ ત્રણેય ઝોનમાં કયાં વોર્ડમાં કેટલી આવક થવા પામી છે તેની વિસ્તૃત વિગતો આ મુજબ છે.
સેન્ટ્રલ ઝોન
વોર્ડ નં. ૨માં ૧૮,૨૬૧ કરદાતાઓએ ૨૬.૬૮ કરોડ, વોર્ડ નં. ૩માં ૩૩,૦૮૮ એ ૨૬.૯૩ કરોડ, વોર્ડ નં. ૭માં ૪૧,૭૧૩ કરદાતાઓએ ૫૩.૪૩ કરોડ, વોર્ડ નં. ૧૩માં ૨૦,૬૪૯ કરદાતાઓએ ૨૬.૮૭ કરોડ, વોર્ડ નં. ૧૪માં ૧૮,૫૨૪લોકોએ ૧૭.૨૫ કરોડ તથા વોર્ડ નં. ૧૭માં ૧૬,૪૭૮ મિલ્કત ધારકોએ ૧૦.૯૫ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં કુલ રૂા. ૧૬૨.૧૧ કરોડની આવક થવા પામી છે. આ ઝોનમાં ૧૫૯.૬૫ કરોડના લક્ષ્યાંક સામે ૧૬૨.૧૧ કરોડ થવા પામી છે.
વેસ્ટ ઝોન
વોર્ડ નં. ૧ના ૩૪,૮૬૩ મિલકત ધારકોએ ૨૫.૬૬ કરોડ, વોર્ડ નં. ૮ના ૨૪,૦૩૫ કરદાતાઓએ ૩૧.૪૦ કરોડ, વોર્ડ નં. ૯માં ૩૫,૪૦૬ લોકોએ ૨૬.૨૧ કરોડ, વોર્ડ નં. ૧૦ના ૨૫,૮૬૬ મકાન ધારકોએ ૪૬.૦૧ કરોડ, વોર્ડ નં. ૧૧ના ૫૨,૮૧૦ કરદાતાઓએ ૪૬.૦૧ કરોડ તથા વોર્ડ નં. ૧૨ના ૩૬,૧૩૯ કરદાતાઓએ રૂા. ૩૧.૫૩ કરોડ સહિત કુલ ૧૧૬૨.૧૧ કરોડનો વેરો ભર્યો છે. આ ઝોનમાં ૧૫૯.૬૫ લાખના લક્ષ્યાંક સામે ૧૬૨.૧૧ ટકાની વસુલાત થવા પામી છે.
ઇસ્ટ ઝોન
સામાકાંઠાના વોર્ડ નં. ૪માં ૨૪,૧૧૬ કરદાતાઓએ ૨૧.૯૮ કરોડ, વોર્ડ નં. ૫માં ૧૩,૨૮૬ મિલ્કત ધારકોએ ૧૧.૫૦ કરોડ, વોર્ડ નં. ૬માં ૧૨,૪૩૮૬ લોકોએ ૧૩.૬૯ કરોડ, વોર્ડ નં. ૧૫માં ૯,૩૪૫ કરદાતાઓએ ૧.૫૬ કરોડ, વોર્ડ નં. ૧૬માં ૧૦,૪૮૩ મિલ્કત ધારકોએ ૭.૫૩ કરોડ તથા વોર્ડ નં. ૧૮માં ૩૬,૦૬૪ કરદાતાઓએ ૨૮.૬૭ કરોડ સહિત કુલ ે રૂા. ૯૫.૯૪ કરોડનો વેરો ભર્યો છે. આ વર્ષે ઇસ્ટ ઝોનમાં ૧૦૮.૯૩ કરોડના લક્ષ્યાંક સામે ૯૫.૯૪ ટકાની વેરા વસુલાત થઇ છે.
(4:26 PM IST)










