<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

જીવનને પ્રકાશિત, સુવાસિત અને વિકસિત કરવાની ઘડી એટલે માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ

પૂ.અપૂર્વમુનિ સ્‍વામીજીને સાંભળવાનો દરેક લોકોમાં અદકેરો થનગનાટ, મહોત્‍સવના પ્રચાર માટે યુવા બ્રિગેડ કાર્યરત સૌને ઉમટી પડવા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના યુવા અગ્રણી ભાર્ગવ સોલંકીની અપીલ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રીય કડિયા સમાજના યુવા અગ્રણી શ્રી આપાગીગાનો ઓટલો, ચોટિલાના ટ્રસ્‍ટી શ્રી જીવરાજ સહકારી મંડળીના દ્રષ્ટીવંતા યુવા વાઈસ ચેરમેન શ્રી ભાર્ગવ નરેન્‍દ્રભાઈ સોલંકી એ બી.એ.પી.એસે સંસ્‍થા દ્વારા તા.૧૧, શનિવાર થી તા.૧૭, શુક્રવાર સુધી દરરોજ રાત્રે ૮.૩૦ વાગ્‍યાથી રેસકોર્ષ મેદાન માં યોજાનાર માનવ ઉત્‍કર્ષમા સહભાગી થવા માટે આહવાન કર્યું છે. શ્રી સ્‍વામિનારાયણ સંપ્રદાયમા વિધાતાના વરદાન રૂપ વાત્‍સલ્‍યમય વાણીવાળા વિદ્વાન સાધુ શ્રી અપૂર્વમુનિ સ્‍વામીજી વકતા તરીકે જ્ઞાન ગંગા વહેવડાવશે.તેમને સાંભળવા તે એક અલભ્‍ય લાહવો છે.

શ્રી ભાર્ગવ નરેન્‍દ્રભાઈ સોલંકી (મો.૭૮૫૯૮ ૨૫૩૨૨) જણાવે છે કે ખીલવુ તે પુષ્‍પનો સુગંધ સિદ્ધ અધિકાર છે. વહેવુ તે દરેક સરિતાનો (નદીઓનો) સાગર સિઘ્‍ધ અધિકાર છે. ટમટમવું તે બધા તારાઓનો આકાશ સિદધ્‍ધ અધિકાર છે. વરસવુ તે વાદળોનો ધરા સિદ્ધ અધિકાર છે. તે જ રીતે ઉત્‍કર્ષ કરવો તે દરેક માણસનો જન્‍મ સિદધ્‍ધ અધિકાર છે. તે અધિકારને મેળવવા માટે સંતોના સંગની અને સત્‍સંગના રંગની જરૂર હોય છે. મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રાનમું જીવન આદર્શ જીવનની પ્રેરણા આપે છે. પૂર્ણ પુરૂષોતમ ભગવાન શ્રી કૃષ્‍ણ એ કર્મના ફળનો મહિમા સમજાવ્‍યો છે. ભગવાન શ્રી સ્‍વામીનારાયણે શિક્ષાપત્રીના માઘ્‍યમથી લોકોને ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવ્‍યો છે. સનાતન ધર્મના ઇતિહાસનો કોઈ પ્રારંભછે નહિ કારણ કે તે જીવોની સાથે નિત્‍ય જોડાયેલો છે. એટલા માટે માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ સૌનો છે અને સૌ માટે છે આ મહોત્‍સવમાં સર્મપણભાવ, ભકિતભાવ, અને દાસભાવની છણાવટોની સાથે સમયને અનુરૂપ મુદાઓની જમાવટ થશે. જન-જન ના હ્રદયના તાર જણજણાવતા શબ્‍દોના સંગાથે જ્ઞાન અને વિજ્ઞાનની વાતો થશે માનવ જીવનને દુષણોથી મુક્‍ત કરીને સદગુણોના આભૂષણો માથી શળગારવાની દીશા મળશે. સુખના સરનામાનો માર્ગ ખુલશે.

 શ્રી ભાર્ગવ નરેન્‍દ્રભાઈ સોલંકીએ જણાવ્‍યુ છે કે આ મહોત્‍સવની સફળતામા સૌ સહયોગી બને તે આપણી ફરજ છે. અમારી સંર્પૂણ ટીમ દ્વારા પ્રચાર માટે અવિરતપણે કાર્યરત છે. પૂજય શ્રી અપૂર્વમુનિ સ્‍વામીને સાંભળવા તા. ૧૧ એપ્રિલ થી ૧૭ એપ્રિલ સુધી દરરોજ રાત્રે ૮.૩૦ વાગયે રેસકોર્ષ મેદાનને મેદનીથી છલકાવીએ આધુનિક ટેકનોલોજીના આવિષ્‍કારો અને માનવ જીવન સામેના પડકારો વચ્‍ચે માનવ ઉત્‍કર્ષ મહોત્‍સવ માનવ જીવનને પ્રકાશિત, સુવાસિત અને વિકસિત બનાવવા માટે અત્‍યંત ઉપયોગી થશે. તેવો અમોને અતૂટ વિશ્વાસ છે.

આપણા સૌના કુળદેવીમાતાજી અથવા તો ઈષ્ટદેવભગવાન કોઈપણ હોઈ શકે. દરેક સમાજની ઉત્‍પતિ મુળભૂત સનાતન ધર્મ માંથી જ છે. તમારી જ્ઞાતિ અથવા જાતિ કોઈપણ હોય શકે છે પરંતુ તે પહેલા તો આપણે સૌ આપણા ભારત દેશને સંર્પૂણપણે વફાદાર રાષ્ટ્રવાદીઓ જ છીએ આ દેશ આપણો સૌનો છે. આપણે સૌ આ દેશના જ છીએ. આ દેશની આઝાદી માટે આ દેશના દરેક સમાજના દરેક લોકોનો ખૂબ જ મોટું યોગદાન છે. આ દેશની રાષ્ટ્રીય અખંડતા જાળવવી તે આ દેશના દરેક લોકોનું કર્તવ્‍ય છે. ત્‍યારે હાલના સંજોગોમાં આપણે સૌ જોઈએ છીએ કે ધીરે-ધીરે સમગ્ર દુનીયાની અંદર યુધ્‍ધ ના માહોલો ચાલી રહયા છે સમગ્ર દુનીયા વ્‍યકિતગત પોતાના સ્‍વાર્થ માટે થઈ અને સમગ્ર દુનીયાના લોકોને યુધ્‍ધ બાજુ ધકેલી રહી છે.

ત્‍યારે આવા સમયની અંદર બી.એ.પી.એસ. સંસ્‍થાના માધ્‍યમથી પ.પૂ. શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજના કૃપા પાત્ર એવા પ્રખર વકતા ૫.પૂ. શ્રી અપૂર્વમુનિ સ્‍વામી (આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશનલ સ્‍પીકર) દ્વારા ખુબજ સરળ ભાષામા દાખલાઓ, દલીલો સાથે સમગ્ર સનાતન ધર્મને સંર્પૂણપણે સમજાવવાની કોશીષો કરવામાં આવશે. ત્‍યારે હાલમાં ઉનાળાના સમયમા રાત્રીના ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી એટલે કે ફક્‍ત ને ફક્‍ત બે કલાક ના કાર્યક્રમમાં આપણે સૌએ તો જવુ જ જોઈએ અને સાથે-સાથે આપણા બાળકો, વડિલો, યુવાનો, ભાઈઓ-બહેનો, તેમજ સગા-સંબંધી, પાડોશીઓને પણ લઇ જઈએ અને સમગ્ર સમાજમા સનાતનની સાથે-સાથે સંસ્‍કારોનું પણ સિચન કરીએ. જેથી આપણા સમાજને શિક્ષિત તેમજ દિક્ષિત પણ બનાવી શકાય.

આ કાર્યક્રમ ફકત ને ફકત માનવ ઉત્‍કર્ષ માટેનો જ છે. આ કાર્યક્રમ થી સમગ્ર સમાજની અંદર માનવ ઉત્‍થાનની પ્રક્રિયાઓને ખૂબ જ સારો વેગ મળી શકે તેમ છે. માટે આવા કાર્યક્રમો દ્વારા સમાજને શિક્ષિત તેમજ દિક્ષિત બનાવીએ. શાળાઓ તેમજ કોલેજો માંથી ફક્‍ત શિક્ષણ મળી શકે છે પરંતુ સંસ્‍કારો મેળવવા માટે તો પોતાનું ઘર, પોતાનું કુટુંબ, તેમજ પોતાનો વિસ્‍તાર અને સામાજીક તેમજ ધાર્મિક કાર્યક્રમો ખૂબ જ અગત્‍યના હોય છે.

આપણા રાષ્ટ્રને, આપણા સમાજને, આપણા ઘરોને ધર્મ જ બચાવશે. ધર્મો રક્ષતિ રક્ષિત જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેનું રક્ષણ કરે છે

આ કાર્યક્રમના પ્રખર વકતા તરીકે બી.એ.પી.એસ. સંસ્‍થાના માધ્‍યમથી પ.પૂ. શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજના કૃપા પાત્ર એવા પ્રખર વકતા ૫.પૂ. શ્રી અપૂર્વમુનિ સ્‍વામી (આંતરરાષ્ટ્રીય વકતા અને મોટીવેશનલ સ્‍પીકર) પ્રખર વકતા છે. પછી ભલેને સંસ્‍થાઓ કોઈપણ હોય શકે જેમ કે સ્‍વામિનારાયણ સંપ્રદાય હોય અથવા વૈષ્‍ણવ સંપ્રદાય અથવા તો માઇ ભકતો(માતાજીના)ભકતો અથવા તો સંર્પૂણ સનાતન ધર્મના રામદળ અથવાતો શિવદળ વિગેરે કોઇપણ સંપ્રદાયના લોકો મુળભૂત રીતે આ રાષ્ટ્રના એટલે કે સનાતન ધર્મના હિત રક્ષકો જ છે. તેમ શ્રી ભાર્ગવ સોલંકીએ અંતમાં જણાવ્‍યું હતું.

(3:43 PM IST)