તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
રાજકોટમાં ફેશન અને લાઈફસ્ટાઈલનું નવું નજરાણું: ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ‘Urban Thing' સ્ટોરનું ભવ્ય ઉદ્ધાટન
‘Shop, Sip & Relax' ના અનોખા કોન્સેપ્ટ સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર નવો અભિગમઃ હરીશ ભારાણી

રાજકોટઃ શહેરના૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફેશન પ્રેમીઓ માટે એક નવું અને આધુનિક સરનામું ખૂલ્યું છે. જાણીતા ‘Blue Club' બ્રાન્ડના ઇન-હાઉસ ક્લોથિગ બ્રાન્ડ ‘Urban Thing' ના નવા સ્ટોરનું ભવ્ય ઉદ્ધાટન શ્રી સાંઈ ભરતલાલ મહારાજશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સ્ટોરની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલ ‘એક્સક્લુઝિવ ઇન-સ્ટોર કેફે' છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારનો કોન્સેપ્ટ પહેલીવાર રજૂ કરવામાં આવ્યો છે. અહીં ગ્રાહકો માત્ર શોપિંગ જ નહીં, પરંતુ એક નવી સ્ટાઇલ સાથે આરામથી સમય પસાર કરીને ‘Shop, Sip & Relax' નો અદભૂત અનુભવ માણી શકશે. અંદાજે ૨૫૦૦ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો આ સ્ટોર ફેશન અને લાઈફસ્ટાઈલનું એક ઉત્તમ મિશ્રણ પૂરું પાડે છે.
લગભગ ૧૦ વર્ષ પહેલાં શરૂ થયેલી Blue Club ની સફર આજે એક મોડર્ન અને સ્ટાઇલિશ બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ છે. Urban Thing હવે માત્ર એક ક્લોથિગ બ્રાન્ડ તરીકે જ નહીં, પરંતુ એક નવા શોપિંગ અનુભવ તરીકે ઓળખાય છે. બ્રાન્ડના સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં શરૂ થયેલ આ સ્ટોર એક મહત્વનું પગલું છે અને આગામી સમયમાં સમગ્ર ભારતમાં ૧૦૦ થી વધુ સ્ટોર્સ શરૂ કરવાનું કંપનીનું લક્ષ્ય છે.
આ નવો સ્ટોર ફેશન જગતમાં રાજકોટને એક નવી ઓળખ અપાવશે અને શહેરીજનોને એક આંતરરાષ્ટ્રીય સ્તરનો શોપિંગ અનુભવ આપશે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે બ્લુ કલ્બના ઓનર શ્રી હરીશભાઈ ભારાણી (મો.૭૬૨૧૦ ૧૬૨૨૦) સાથે સ્પર્શ કોન્સેપ્ટ એડ.એજન્સીના શ્રી અમિત દોશી નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:09 PM IST)










