તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
ભીમોત્સવ : બાબા સાહેબની ૧૩પમી જન્મજયંતિ નિમિતે ૮ દિ'નો મહોત્સવ
AMBEDKAR ના ૮ અક્ષરોની ૮ થીમ સાથે ૮ દિવસ સુધી ચાલશે જ્ઞાનસભર કાર્યક્રમો સુગમ ગૌતમ બુધ્ધા વિહાર ખાતે વિદ્વાન વકતાઓના વક્તવ્યો, ભીમ ડાયરો, ઇનામ વિતરણ, કેક કટીંગ, આતશબાજી, ભીમ રાસોત્સવ

રાજકોટ : બોધિત્સવ બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩પમી જન્મજયંતી નિમિતે રાજકોટમાં તા. ૬ થી ૧૩ સુધી આઠ દિવસના ભવ્ય ‘ભીમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ડૉ. ભીમરાવ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુગમ ગૌતમ બુધ્ધ વિહાર - રાજકોટ ખાતે યોજાનાર આ ભીમોત્સવ કાર્યક્રમમાં A M B E D K A R ના આઠ આલ્ફાબેટ પ્રમાણે આજે છઠ્ઠી એપ્રિલે A - ATTITUDE, સાતમીનાં M - MISSION-MOVEMENT, આઠમીના B - BIODATA, નવમીના E - EDUCATION, દસમીનાં D - DEDICATION, અગિયારમીના K - KNOWLEDGE, બારમીનાA - AIM, તેરમીનાR - RIGHT WAY એમ આઠ દિવસ સુધી આ થીમ પર ડૉ. બાબા સાહેબ આંબેડકર સંદર્ભે હરપાલ બૌદ્ધ, હસમુખ ચંદ્રપાલ, સી.કે. રાઠોડ, ડૉ. મિતાલી સમોવા, જીતુભાઇ મહિડા, ભાણજીભાઇ રાઠોડ કરણાભાઇ માલધારી, ડૉ. નાથાલાલ ગોહિલ, ડૉ. અશ્વિન કાબા, પુનાભાઇ સોલંકી, મોહનભાઇ રાખૈયા, ડૉ. અશ્વિનકુમાર, જે.ડી. ચંદ્રપાલ, મયુર વાઢેર, ડૉ. ભાવિન પરમાર, ડૉ. દિનેશ પરમાર, સંઘસેન બૌદ્ધ સહિતના વિવિધ વિદ્વાન વકતાઓનાં વ્યાખ્યાનો યોજાશે.
આ સાથે વિદ્યાર્થીઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન અને કાર્યોથી પરિચિત થાય એવા શુભાષયથી રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા, કવીઝ, નાટક, વેશભુષા અને એક પાત્રિય અભિનય જેવા કાર્યક્રમો યોજાશે. દરરોજ વિવિધ સામાજિક આગેવાનો જગદીશભાઇ ભોજાણી, વશરામભાઇ સાગઠીયા, લાખાભાઇ સાગઠીયા, અલ્કેશ ચાવડા, ગીરીશ પરમાર, પ્રવીણભાઇ ભોજાણી, ડૉ. દલપત ચાવડા, બાબુભાઇ ડાભી, મનુભાઇ ધાધલ, નરેશભાઇ પરમાર, એચ.ડી. પરમાર, હિરેનભાઇ રાઠોડ, સુરેશભાઇ બથવાર, શામજીભાઇ ચાવડા, ડૉ. એન.પી. પરમાર, ડૉ. બી.એન. મકવાણા, કિશોરભાઇ ધુધલ, મનિષભાઇ મયાત્રા, ડૉ. અમરશીભાઇ સોસા સહિતના મહેમાનો ઉપસ્થિત રહેશે.
સુગમ ગૌતમ બુદ્ધા વિહાર, સુગમ સોસાયટી, દાસીજીવણપરા પાસે, રાજકોટ ખાતે તા. ૬ સોમવારથી તા. ૧૩ સોમવાર એમ આઠ દિવસ રોજ સાંજે પ થી ૮ સુધી યોજાનાર આ કાર્યક્રમોમાં વિદ્વાન વકતાઓના વકતવ્યો ઉપરાંત બહુજન સાહિત્યકાર વિશન કાથડનો ભવ્ય ભીમ ડાયરો તા. ૧૦ના રોજ યોજાશે. અંતિમ દિવસે તા. ૧૩ ની રાત્રે ઇનામ વિતરણ, કેક કટીંગ, આતિશબાજી અને ભવ્ય ભીમ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા વ્યવસ્થાપક સમિતિના ડૉ. સુનીલ જાદવ (મો. ૯૪ર૮૭ર૪૮૮૧), અમુભાઇ સોલંકી (મો. ૯૬ર૪૭૬૩૪૦૦), સુર્યસેન તથાગત, વિનુભાઇ મણવર, હમીરભાઇ ચાવડા, રમેશભાઇ દાફડા, સંઘસેન બૌદ્ધ, વિશાલભાઇ મકવાણા, દિપકભાઇ સાગઠીયા, હર્ષદભાઇ પારઘી, કૌશિક ચૌહાણ, ડૉ. નિલમબેન પરમાર, ડૉ. દેવયાની પરમાર, સંદિપ જાદવ, દિનેશભાઇ સોલંકી, સંજયભાઇ પારઘી, શ્રી માવદીયા, મયુરભાઇ રાઠોડ, જયાબેન સોમૈયા, કમળાબેન સોલંકી, પ્રિયાસેન તથાગત, નિતાબેન મકવાણા, હંસાબેન સોસા, લક્ષ્મીબહેન પ્રજ્ઞાવાન, પુષ્પાબહેન પરમાર, સવિતાબહેન સોલંકી, જીગીશાબહેન સોલંકી, કલ્પનાબહેન સોલંકી, શ્રદ્ધાબહેન જાદવ, જયશ્રીબહેન મણવર, ગૌરીબહેન રાખસિયા, વિલાસબેન, ઉર્મિલાબેન, મંજુબેન ચૌહાણ, સહિતના ભીમસેનિકો જહેમત ઉઠાવી રહ્યા છે. આ જાહેર કાર્યક્રમોનો લાભ લેવા આયોજકોએ ભીમપ્રેમી બંધુ ભગિનીઓને તથા વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવ્યું છે.
તસ્વીરમાં આગેવાનો સર્વશ્રી ડૉ. સુનિલ જાદવ, રવિભાઇ ચાવડા, દિનેશભાઇ બગડા, ગૌતમભાઇ પડાયા, સુર્યસેન તથાગત, અમુભાઇ સોલંકી, વિનુભાઇ મણવર, રમેશભાઇ દાફડા, આશિષ પરમાર, જયાબેન સોમૈયા, જયશ્રીબેન મણવર, કમળાબેન સોલંકી અને સવિતાબેન સોમૈયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
આંબેડકરજીના આલ્ફાબેટ
મુજબ દરરોજના આ છે વક્તાઓ
(A) એટિટયુડ : તા. ૬, વક્તા : હરપાસ બૌદ્ધ, હસમુખ ચંદ્રપાલ, સી.કે. રાઠોડ. યજમાન : જયાબેન સોમૈયા, અનિલ સોમૈયા, ગીરીશ પરમાર, મનીષ મયાત્રા. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : ડૉ. દેવયાની પરમાર, ડૉ. સુનીલ જાદવ. સ્પર્ધા : નિબંધ (વ્યવસ્થા : ગૌરીબહેન રાખશિયા)
(M) મિશન/મુવમેન્ટઃ તા. ૭, વક્તા : ડૉ. મિતાલી સમોવા, જીતુભાઇ મહિડા. યજમાન : ડૉ. સુનીલ જાદવ, ડૉ. દલપત ચાવડા, શ્રીમાવદીયા. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : ડૉ. નિલમબહેન પરમાર, કલ્પનાબહેન મયાત્રા. સ્પર્ધા : રંગોળી (વ્યવસ્થા : ગીતાબહેન સોલંકી)
(B) બાયોડેટા : તા. ૮, વક્તા : ભાણજીભાઇ રાઠોડ, કરણાભાઇ માલધારી. યજમાન : રમેશભાઇ દાફડા, બાબુભાઇ ડાભી, મનુભાઇ ધાધલ, ડૉ. એન.પી. પરમાર, ડૉ. બી.એમ. મકવાણા, કિશોરભાઇ ઘુઘલ. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : પુષ્પાબેન પરમાર, મિનાક્ષીબેન પ્રજ્ઞાવાન. સ્પર્ધા : વકતૃત્વ (વ્યવસ્થા : કૌશિકભાઇ ચૌહાણ)
(E) એજયુકેશન : તા. ૯, વક્તા : ડૉ. નાથાલાલ ગોહિલ, ડૉ. અશ્વિન કાબા. યજમાન : જગદીશભાઇ ભોજાણી, પ્રો. અમરશીભાઇ સોસા, દિનેશભાઇ સોલંકી. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : સંજયભાઇ પારઘી, હર્ષદભાઇ પારઘી. સ્પર્ધા : ચિત્ર (વ્યવસ્થા : નિલમબેન, કલ્પનાબેન)
( D ) ડેડીકેશન : તા. ૧૦, વક્તા : પુનાભાઇ સોલંકી, મોહનભાઇ રાખૈયા. યજમાન : હમીરભાઇ ચાવડા, અમુભાઇ સોલંકી, સૂર્યસેન તથાગત, વિનુભાઇ મણવર, કિશોરભાઇ સોમૈયા, મહાનામા બૌધ્ધ (સુગમ વિહાર) પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : જીતેન્દ્ર પજ્ઞાવાન, વિલાશબેન . વિશન કાથડનો ભવ્ય ભીમ ડાયરો.
( K ) નોલેજ : તા. ૧૧, વક્તા :ડૉ. અશ્વિનકુમાર, જે.ડી. ચંદ્રપાલ. યજમાન : હિરેનભાઇ રાઠોડ, નરેશભાઇ પરમાર, એચ.ડી. પરમાર. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : વિશાલ મકવાણા, ઉર્મિલાબહેન. સ્પર્ધા : ક્વીઝ (વ્યવસ્થાપક : કૌશીક ચૌહાણ, શ્રદ્ધાબહેન)
( A ) એ : તા. ૧ર, વક્તા :મયુરભાઇ વાઢેરા, ડૉ. ભાવિન પરમાર. યજમાન : વશરામભાઇ સાગઠીયા, સુરેશ બથવાર, શામજીભાઇ ચાવડા. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : વિશાલ મકવાણા, ઉર્મિલાબહેન. સ્પર્ધા : વેશભૂષા (એકપાત્રીય અભિનય : અર્પિતા સોલંકી, નિર્લોક પરમાર દિગ્દર્શિત : ‘ભીમ સંકલ્પ' એકાંકી નાટક.
( R ) રાઇટ-વે : તા. ૧૩, વક્તા : ડૉ. દિનેશ પરમાર, સઘસેન બૌધ્ધં. યજમાન : અલ્કેશ ચાવડા, લાખાભાઇ સાગઠીયા, મનીષભાઇ સોમૈયા, પ્રવીણભાઇ ભોજાણી. પ્રોજેકટ ઇન્ચાર્જ-સંચાલન : સંદિપ જાદવ, મયુરભાઇ રાઠોડ.
(4:10 PM IST)










