News of Monday, 6th April 2026
વોર્ડ નં. ૪ના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી જીજ્ઞેશ રામાવતે આપ્યુ રાજીનામું
ટીકીટ ફાળવણીમાં હાઇકમાન્ડ જેવુ કશુ ન હોવાનો આક્રોશ ઠાલવ્યો

રાજકોટ : તા.૬, સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં દરેક પક્ષ હાઈકમાન્ડની સૂચના મુજબ અને હાઈ કમાન્ડ દ્વારા ઉમેદવારો ની યાદી બહાર પાડે છે અને દરેક પક્ષમાં હાઈ કમાન્ડમાં નવા ચહેરાઓ ને સ્થાન આપી પક્ષ મજબૂત કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસનું હાઈ કમાન્ડ જ નથી બદલાતુ કોંગ્રેસ દ્વારા એક મહિના અગાઉ સેન્સ પ્રક્રિયા લેવાઈ પરંતુ એ માત્ર નામ ની સેન્સ હતી,તેમ વરસવો ઠાલવતા જીજ્ઞેશ રામાવતે એક યાદીમાં જણાવયું છે.
તેમણે જણાવ્યું કે, લગભગ વોર્ડ પ્રમુખ ને માત્ર શોભા ના ગાંઠિયા સમાન ગણી ને કોંગ્રેસ દ્વારા લગભગ જગ્યાઓએ લાગતા વળગતા અને અનેક ચૂંટણીઓ હાર્યા હોય એવા જુના ચહેરાઓ ને સ્થાન આપ્યું એટલું જ નહીં અન્ય પાર્ટી માંથી આવેલા હોય અને ભોજીયો ભાઈ પણ ઓળખતો ના હોય એવા ને પણ ટીકીટ આપી. ગુજરાત કોંગ્રેસમાં શુ પરિવર્તન આવ્યું !? ગુજરાત માં દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે,સાહેબ જી ને આ ખબર હશે !?
રાજકોટ શહેર માં વોર્ડ નંબર ૪ ના કોંગ્રેસ ના પૂર્વ મહામંત્રી, રાજકોટ શહેર પૂર્વ આઈ.ટી. સેલ મહામંત્રી વગેરે જેવા હોદ્દાઓ પર રહી ચૂકેલ, સ્વામી દયાનંદ જન્મભૂમિ ટંકારા ( મોરબી ) ને તીર્થધામ નો દરજ્જો મળ્યો એમાં મહત્વ નું યોગદાન આપનાર એજ્યુકેશનમાં મિકેનિકલ એન્જીનીયર અને સેવાકીય કાર્યમાં નિસ્વાર્થ સેવા આપનાર જીગ્નેશ રામાવતે કોંગ્રેસને છોડી વોર્ડ ૪ માં કોંગ્રેસ પ્રમુખ પરેશ ભાઈ પરમારને રાજીનામું આપેલું સાથે જ ગુજરાત પ્રદેશ ના અમુક મોવડી મંડળ ના નેતાઓ ને પણ રાજીનામું આપી સ્પષ્ટ શબ્દો માં જણાવ્યું કે ગુજરાત હાઇકમાન્ડ જ બધું નક્કી કરતું અને વોર્ડ પ્રમુખ નું કે વર્ષો જુના કાર્યકરનું સ્થાન ના હોય તો મારી ૧૫ વર્ષ ની સેવા પાણી માં ગઈ.તેમ અંતમાં શ્રી રામાવતે જણાવ્યું છે.
(4:27 PM IST)










