તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th April 2026
MSMEને કોમર્શીયલ ગેસ પૂરતા પ્રમાણમાં આપોઃ ચેમ્બર

રાજકોટ,તા.૬: વર્તમાન વૈશ્વીક યુધ્ધની પરિસ્થિતીને કારણે વેપાર-ઉદ્યોગકારો ઉપર ખુબ જ ગંભીર અસર પડેલ છે અને આર્થિક નુકશાન પણ ભોગવવું પડી રહ્યું છે. ત્યારે હાલમાં ઔદ્યોગીક એકમોને નિયમીત ગેસની સપ્લાય ન મળવાને કારણે તેઓના ઉત્પાદન કાર્યમાં વિક્ષેપો સજાઈ રહ્યો છે. સાથે જ જે ઔદ્યોગીક એકમોમાં હજારોના સ્ટાફ માટેના કેન્ટીનો ચાલી રહ્યા છે તેઓને પણ ગેસ સીલીન્ડર ન મળવાને કારણે તકલીફ પડી રહી છે.વધુમાં જે MSME એકમોમાં વર્કરો ત્યાં જ વસવાટ કરતા હોય અને કામ કરી રહ્યા છે તો તેઓને હાલમાં ગેસ સીલીન્ડર મળતા નથી. જેના કારણે આવા ઔદ્યોગીક એકમોએ તેઓના વર્કરોને સાચવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને વર્કરો વતન પરસ્ત થવા માંડયા છે. તેથી તેઓને તાત્કાલીકના ધોરણે કોમર્શીયલ ગેસ સીલીન્ડરની પુરતા પ્રમાણમાં સપ્લાય મળી રહે તેવી વ્યવસ્થા કરવા તેમજ રાજય સરકારશ્રીએ જાહેર કરેલ આદેશ મુજબ ત્રણ માસની અંદર શહેર અને ગ્રામ્યમાં રહેણાંક વિસ્તા૨માં ઉપયોગ થતા LPG ગેસ સીલીન્ડર બંધ કરાવી તેઓને ગેસની લાઈન પુરી પાડવાનું કામ તાત્કાલીક અસરથી શરૂ કરાવવાની વ્યવસ્થા કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ જીલ્લા કલેક્ટ૨શ્રી ડો.ઓમ પ્રકાશને રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બ૨ની અખબારી યાદીમાં જણાવેલ છે.
(4:31 PM IST)










