<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

અર્પણ, તર્પણ, સમર્પણની ભાવનાથી વટવૃક્ષની જેમ ખીલેલા ભાજપના સ્‍થાપના દિવસની સૌને શુભેચ્‍છા : ઉદય કાનગડ

 

રાજકોટ તા. ૬ : વિધાનસભા ૬૮, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્‍ય ઉદય કાનગડએ આજે તા. ૬ એપ્રિલ, ભારતીય જનતા પાર્ટીના સ્‍થાપના દિવસ  નિમિતે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે ૬ એપ્રિલ ૧૯૮૦ના મુંબઇના સમતાનગર ખાતે સ્‍થાપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. તેના પાયામાં સંઘ અને જનસંઘની વિચારધારા અને તેની અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાઓ જોડાયેલી છે. તપ, ત્‍યાગ અને બલિદાનોના સંસ્‍કારોથી સીંચાયેલ ભારતીય જનતા પાર્ટી આજે વળક્ષમાંથી વટવળક્ષ બની છે. ભારતીય જનતા પાર્ટીનો ઉદય અને ઇતિહાસ અત્‍યંત રસપ્રદ છે. શ્‍યામા પ્રસાદ મુખર્જીએ ૧૯પ૧માં જનસંઘની સ્‍થાપની કરી હતી. ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્‍યો.૧૯૮ં૦માં શ્રધ્‍ધૈય અટલ બિહારી બાજપેયીના નેતળત્‍વમાં કેટલાક જૂના જોગીઓએ મળીને ભારતીય જનતા પાર્ટીની સ્‍થાપના કરી. ભારતીય જનતા પાર્ટીના પ્રથમ અધ્‍યક્ષ અટલબીહારી બાજપાયીજી બન્‍યા હતા.જનસંઘના સ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જી અને પંડીત દીનદયાલ ઉપાધ્‍યાયથી શરૂ કરી ભાજપના પ્રથમ અધ્‍યક્ષ અટલબીહારી બાજપાયીજી જેવા અનેકાનેક ત્‍યાગી, તપસ્‍વી, પ્રતાપી અને પરાક્રમી પુર્વજોએ ગુજરાત અને દેશ માટે પોતાની જાતને સમર્પણ કરી  અનેક યાતનાઓ ભોગવી અવિરત સંઘર્ષ અને અનેક આંદોલનો ધ્‍વારા અગીયાર કાર્યકર્તાથી સ્‍થાપના કરવામાં આવેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્‍દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ અને આપણા રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ નીતીન નબીનના નેતળત્‍વમાં ૧૭ કરોડ થી વધુ સભ્‍યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, અને ગુજરાતમાં ડબલ એન્‍જીનવાળી સરકારના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ રાજયમાં વિકાસ હરણફાળ ભરી રહયો છે, કેન્‍દ્ર અને રાજયમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે સક્ષમ નેતળત્‍વ પુરૂ પાડેલ છે ત્‍યારે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા છીએ, તેનું આપણને ગૌરવ છે. તેમ સ્‍થાપના દિવસની શુભેચ્‍છા પાઠવતા શ્રી ઉદય કાનગડે જણાવ્‍યુ છે.

(4:34 PM IST)