<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાજકોટ યાર્ડની આવક ૪૧.૫૨ કરોડે પહોંચી ૫ વર્ષમાં ૫૧ કરોડના વિકાસ કામો કરાયા

વરસાદથી સુરક્ષા માટે હયાત પ્‍લેટફોર્મ વચ્‍ચેના રોડને પણ કવર કરી પ્‍લેટફોર્મ ઉપર ડોમ બનાવાયા ચેરમેન જયેશભાઇ બોધરાના નેતૃત્‍વમાં યાર્ડની આવક અને વિકાસકાર્યો વેગમાં: ગોડાઉન-દુકાનો અને પ્‍લેટફોર્મ માટે સરકાર પાસે વધુ જમીનની માંગણી

રાજકોટ, તા., ૬ :  સૌરાષ્‍ટ્રના શિરમોર ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડમાં સહકારી નેતા અને ભાજપના ધારાસભ્‍ય જયેશ રાદડીયાએ નેતૃત્‍વ પરિવર્તન કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં ચેરમેન જયેશ બોઘરાએ રાજકોટ માર્કેટ યાર્ડની પ્રગતિમાં ઉતરોતર વધારો કરી તેના ઉપર સરકાર તથા સહકારી જગતે મુકેલો વિヘાસ ચરિતાર્થ કરી બતાવી  ચાલુ વર્ષે ર૦રપ-ર૬માં સમગ્ર ગુજરાત સૌરાષ્‍ટ્રમાં વરસાદ અનિયમિત(અતિવળષ્ટિ-માવઠાં)ની સ્‍થિતિ વચ્‍ચે પણ માર્કેટયાર્ડની કુલ આવક ૪૧.૫૨ કરોડ થયેલ છે. જે ગત વર્ષ કરતાં વધારે છે.

ચેરમેન જયેશભાઇ બોઘરા દ્વારા તેમના કાર્યકાળ દરમ્‍યાન અત્‍યાર સુધીમાં અંદાજીત પ૧ કરોડના વિકાસના કામ કરવામાં આવેલ છે. તેમજ વર્ષ ૨૦૨૬-૨૭ માં અંદાજીત ૧૫ કરોડથી વધુના વિકાસના કામ કરવામાં આવનાર છે. ચેરમેન જયેશભાઇ બોઘરાએ ચાર્જ સંભાળેલ તે સમય દરમ્‍યાન માર્કેટ યાર્ડની કુલ આવક ર૬ કરોડની આસપાસ રહેતી હતી. જે વધારીને ૪૧.પર કરોડ સુધી લઇ જવામાં આવી છે. જયારે પાંચ વર્ષ દરમિયાન  કરોડો રૂપીયાના વિકાસકામો કરવા સાથે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રૂા.૧૦.૧૯ કરોડની બચત કરી પરિણામલક્ષી કામગીરી કરી છે. જુના માર્કેટ યાર્ડ સંકુ઼લમાં હયાત તમામ મેઇન રોડ કે જયાં જયાં ટ્રાફિક ભારણ વધુ રહેતું હોઈ ત્‍યાં આર.સી.સી. રોડ અને બાકીના રોડને ડામર રોડ બનાવવામાં આવેલ છે, તેમજ વધારાના ટોઇલેટ બ્‍લોક બનાવી તેનું સંચાલન ખાનગી એજન્‍સીઓને સોંપી સમગ્ર યાર્ડ સંકુલમા સ્‍વચ્‍છતા બાબતે કડક ધોરણો અપનાવામાં આવેલ છે.  બજાર સમીતી રાજકોટના મુખ્‍યયાર્ડ તથા સબયાર્ડ ૧૦૦ ટકા સીસીટીવી સર્વેલન્‍સથી આવરી લીધેલ છે. બજાર સમીતી રાજકોટમાં ખેડુતોના માલને વાતાવરણની પ્રતિકુળ અસરથી બચાવવાના હેતુથી નવો બનાવવામાં આવેલ પીઇબી શેડ સમગ્ર રાજયમાં સૌથી મોટો છે.

બજાર સમીતી રાજકોટના મુખ્‍ય યાર્ડમાં હયાત પ્‍લેટ ફોર્મ વચ્‍ચેના રોડને પણ કવર કરી પ્‍લેટફોર્મ ઉપર ડોમ બનાવવામાં આવેલ છે. જેથી વરસાદી વાતાવરણથી સંપુર્ણ સુરક્ષા આપી શકાય છે. યાર્ડની આવક અને વિકાસ કાર્યો માટે યાર્ડના તમામ ડિરેકટરો તથા સેક્રેટરી સહિતના સ્‍ટાફ દ્વારા રાત-દિવસ મહેનત કરવામાં આવે છે.

(4:36 PM IST)