<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

હનુમાનચાલીસા, બર્થ ડે.મહા આરતી-મહાપ્રસાદ : હનુમાનજીની આરાધનામાં ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સી ભક્‍તિમાં ઓતપ્રોત બન્‍યું

તારક મહેતા કા ઉકત ચશ્‍મા સીરિયલ માફક અહીં તમામ તહેવાર નાત જાત કે ધર્મના ભેદભાવ વગર યોજાય છે તેની નોંધ સિરિયલના નિર્માતા આસિતભાઈ મોદીએ પણ લીધેલ છે સિનિયર સિટીઝન ગ્રૂપનું વધુ એક અદભૂત આયોજનઃ મહિલા સત્‍સંગ મંડળના સહયોગથી ચાર ચાંદ લાગ્‍યા

રાજકોટઃ   નિર્દોષ હાસ્‍યના ધોધમાં ધુબાકા ખવડાવતી અને અલગ અલગ ધર્મ અને સમાજના લોકો એક બીજાના તહેવાર સાથે મળી ઉજવે , પડોશી એક બીજા સાથે ખૂબ સંપ અને ભાઈચારાથી રહે છે તેનો અનોખો સંદેશો ગોકુળ ધામ માધ્‍યમથી જાણીતા નિર્માતા આશિતભાઈ મોદી નિર્મિત તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના ગોકુલ ધામ દ્વારા ગમ્‍મત સાથે જ્ઞાન સ્‍વરૂપે પીરસવામાં આવે છે, તે રીતે જ ૧૫ં ફિટ રીંગ રોડ, અયોધ્‍યા ચોક નજીક ધ વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં પણ આયોજન થાય છે, જેની નોંધ આ સિરિયલના નિર્માતા દ્વારા લેવામાં આવી છે. આવા વન વર્લ્‍ડ રેસીડેન્‍સીમાં સિનિયર સિટિઝનો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાઠ પ્રસાદ સાથે સહુએ સ્‍વેરછાએ અનુદાન આપી કરેલ. જેમાં તમામ રહેવાસીઓ માટે ચણાના શાક માટે રાજભા જાડેજા, તમામ માટે ગાંઠિયા સુરેશભાઈ ગાદેશા દ્વારા અને બુંદી માટે સિનિયર ફીજીશ્‍યન ડૉ.વી એસ ચંદારાણા દ્વારા પ્રસાદના ભાગરૂપ વ્‍યવસ્‍થા કરેલ. ગગનચૂંબી અવાજમાં પાઠનું પઠન  સહુને રાજેશભાઈ અમલાણી અને ચીમનભાઈ પટેલ દ્વારા થયેલ. અત્રે એ યાદ રહે કે રામ નવમી અંતર્ગત રામ ચાલીસા , હનુમાન ચાલીસા પાઠ, મહાવીર જયંતીએ નવકાર મંત્ર જાપ થયેલ, અહીં નિયમિત  શનિવાર અને મંગળવારે સિનિયર સિટીઝનો દ્વારા રામ ચાલીસા, હનુમાન ચાલીસા, જલારામ બાપાની ધૂન સાથે નવકાર મંત્ર પાઠ થાય છે, બહેનો  દ્વારા તો બારે માસ સાંજે નિયમિત સત્‍સંગ યોજાઈ છે. હનુમાન જયતિએ કેક કાપી ઉજવણી અને આરતીના  અલૌકિક અવસરનો લાભ સહુએ મેળવી, સિનિયર સિટીઝનોના આવા આયોજનને બિરદાવ્‍યું હતું.

(4:40 PM IST)