<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

શ્રી ગજાનનધામ ગણેશ મહોત્‍સવ સમિતિ દ્વારા મહારક્‍તદાન કેમ્‍પ-મહાપ્રસાદ

સિવિલના લાભાર્થે આયોજીત રક્‍તદાન કેમ્‍પમાં રક્‍તની ૭૦૪ બોટલ એકત્ર, દરેક રક્‍તદાતાને ટ્રાવેલીંગ બેગ ભેટમાં અપાઈ

રાજકોટઃ શ્રી ગજાનનધામ ગણેશ મહોત્‍સવ સમિતિ દ્વારા હનુમાનજી જન્‍મોત્‍સવ નિમિતે મહા રક્‍તદાન કેમ્‍પ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. રક્‍તદાન કેમ્‍પમાં ૭૦૪ બોટલ રક્‍તદાન થયું હતું, દરેક રક્‍તદાતા ને ટ્રાવેલિંગ બેગ ભેટ રૂપે આપવામાં આવી હતી. સિવિલ હોસ્‍પિટલના ગરીબ દર્દી અને થેલેસેમિયા પીડિત બાળકો  જરૂરિયાત મંદ લોકો માટે આયોજીત રક્‍તદાન કેમ્‍પમાં મેડિકલ સ્‍ટાફે સેવા આપી હતી. આ સાથે ૨૫૦૦ લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા,પૂર્વ ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠીયા, આ સી સી બેંકના સીઈઓ પુરુષોત્તમભાઈ પીપળીયા, વોર્ડનં-૭ પૂર્વ કોર્પોરેટર  વર્ષાબેન પાંધી, કોર્પોરેટર નિલેશભાઈ જલુ, ચેતનભાઈ રામાણી વગેરે  ઉપસ્‍થિત રહેલ. આ આયોજનને સફળ બનાવવા કિરીટભાઈ પાંઘી, મુકેશભાઈ ગુસાણી, રાજુભાઈ ચાવડા, સંજયભાઈ વાઘેલા, રમણીકભાઇ મીરાણી, સંજયભાઈ જીવરાજાની,મેહુલભાઈ ગમારા, દિલીપભાઈ આડેસરા, અજયભાઇ ચાવડા, ધનેશભાઈ જીવરાજાની, રૂપેશભાઈ દુધરેજીયા, લાલાભાઇ મનાણી, ભરતભાઈ પુજારા, કિશનભાઇ પાંધી, દક્ષભાઈ પુજારા, શૈલેષભાઇ માંડલિયા, હરેશભાઇ પુજારા, પ્રદીપભાઈ રાણપરા, વિનુભાઈ લૂંભાણી, ઉમેશભાઈ ગોહેલ, શ્‍યામભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પટેલ, ભાર્ગેશ જીવરાજાની, ચેતનભાઈ મહેતા, જીતુભાઇ ઉનડકટ, ભાવેશભાઈ બરદાણા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:19 PM IST)