<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

રેલરાજ મંડળીના ચેક રિટર્ન કેસમાં લોનધારકને એક વર્ષની સજા અને વળતર ચૂકવવા આદેશ

 

રાજકોટ, તા.૭: શહેરની શ્રી રેલ રાજ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી સભાસદ દરજજે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોનધારક સંજય ગોસ્‍વામીને એક વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા સંજય અરવિંદભાઈ ગોસ્‍વામી નામના યુવાને સભાસદ દરજ્જે શ્રી રેલ રાજ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાંથી લોન લીધી હતી. જે લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદી મંડળીના એડવોકેટ અનિરુદ્ધ નથવાણી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ, દસ્‍તાવેજી પુરાવા તેમજ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્‍યાને લઈ અદાલતે લોનધારક સંજય ગોસ્‍વામીને એક વર્ષની સજા અને ચેક મુજબની રકમનું વળતરનો દંડ ફટકારવામાં આવ્‍યો છે. જો દંડની રકમ બે માસમાં ન ચૂકવે તો વધુ ૬૦ દિવસની સજા નો હુકમ કર્યો છે. ફરીયાદી વતી એડવોકેટ તરીકે  અનિરૂધ્‍ધ એ. નથવાણી, દિવ્‍યેશ એ. રૂડકિયા, દર્શિત બી. સોલંકી,  દર્શિત સી. પાટડીયા તથા  ધર્મીલ વી. પોપટ રોકાયેલ હતા.

(2:38 PM IST)