હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મ્યુ.કોર્પોરેશન બિલ્ડીંગના ગેઇટ પાસે આરોગ્ય કેન્દ્રની નર્સનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
પગાર ન મળતા અને સુપરવાઇઝરના ત્રાસની કંટાળી પગલુ ભર્યુ નર્સ આરતીબેન સારવાર હેઠળ

રાજકોટ, તા. ૭: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી નર્સે નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ પગાર ન મળતા કંટાળીને આર.એમ.સી ઓફિસના ગેટ પાસે જ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મહીકા ગામના પાટીયા પાસે રહેતી આરતી વશરામભાઈ પરમાર (ઉં.વ. ૨૪) નામની યુવતી વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી. આજે સવારે આરતી રાજકોટ મહાનગરપાલિકા મુખ્ય કચેરીના ગેટ પાસે પહોંચી હતી જ્યાં તેણે ફિનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આરતી સાથે રહેલા મીરાબેન ડાંગરના જણાવ્યા મુજબ આરતી વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી હતી ત્યારે ત્યાંની મહિલા સુપરવાઈઝર કિરણ ચૌહાણ દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને આરતીએ ગત ફેબ્રુઆરી મહિનામાં નર્સની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
નોકરી છોડયા બાદ પણ આરતીનો જાન્યુઆરી મહિનાનો પગાર બાકી હતો. આજે તે પોતાની મહેનતના નાણાં લેવા માટે ય્પ્ઘ્ ઓફિસે ગઈ હતી. જોકે, ત્યાં હાજર અધિકારીએ પગાર આપવાની સ્પષ્ટ ના પાડી દેતા આરતી અત્યંત હતાશ થઈ ગઈ હતી અને આવેશમાં આવીને ગેટ પાસે જ ફિનાઈલ પી લીધું હતું. આ બનાવની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આરતીનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










