<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

ભાજપ સ્‍થાપના દિવસની ઉજવણીઃ શહેરના હોદ્દેદારોના નિવાસ સ્‍થાને પાર્ટીનો ઝંડો લહેરાવવામાં આવ્‍યો

રાજકોટ : ૬ એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્‍થાપના દિવસ  નિમિતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્‍નાકરભાઈની સુચના અને માર્ગદર્શન અનુસાર શહેર ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો હોય રાજકોટના સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી અનિરૂધ્‍ધભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેની આગેવાનીમાં મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કશ્‍યપભાઈ શુકલ, પૂર્વ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, કિશોરભાઈ રાઠોડ, પૂર્વ દંડક નેતા મનીષ રાડીયા, યુવા મોરચા પ્રમુખ મીલન લીંબાસીયા, શહેર મહિલા મોરચા પૂર્વ પ્રમુખ કિરણબેન માકડીયા  સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. શહેરના હોદ્દેદારોના નિવાસસ્‍થાને તેમજ તમામ વોર્ડના ચુંટણી કાર્યાલય ખાતે  ભાજપ ઝંડો લહેરાવવામાં આવેલ હતો. શહેરના તમામ વિસ્‍તારોમાં પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતી. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:29 PM IST)