તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th April 2026
અપહરણના ગુન્હામાં ૯ વર્ષથી વોન્ટેડ ઇનામી આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

રાજકોટ તા. ૭ :.. મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં ૯ વર્ષથી વોન્ટેડ ઇનામી આરોપીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે રૂરલ એલસીબીએ મોરબી તાલુકા પો. સ્ટે.ના અપહરણના ગુન્હાના આરોપી દેવાશી ઉર્ફે કનુ મદન પરી રહે. બોસ્તા તા. જી. બાલાસોર રાજય ઓરીસ્સા છેલ્લા નવ વર્ષથી નાસતો - ફરતો હોય જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ દ્વારા આરોપીને પકડવા સારૂ રૂા. પ૦૦૦ નું ઇનામ જાહેર કરવામાં આવેલ હોય જે આરોપી બાબતે ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સીસથી સચોટ માહિતી એકત્રીત કરી આરોપીને પકડી પાડી શાપર (વે.) પો. સ્ટે. ખાતે આગળની કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સોંપી આપેલ છે. પકડાયેલ દેવાર્શી સામે મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણના બે ગુન્હામાં વોન્ટેડ છે.
આ કામગીરી રાજકોટ ગ્રામ્ય એલસીબી ના પીઆઇ વી. વી. ઓડેદરા, તથા પીએસઆઇ કે. એમ. ચાવડા, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. એન. ભરવાડ, એએસઆઇ રવિદેવભાઇ બારડ, એએસઆઇ રોહિતભાઇ બકોત્રા, એએસઆઇ બ્રિજરાજસિંહ જાડેજા, એચ.સી., છત્રપાલસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(3:36 PM IST)










