<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

રાજકોટમાં બપોરે ગરમીનો પારો ૩૬ ડિગ્રીએઃ ૨૦ કિમીની ઝડપે ફૂંકાયા પવન

 

રાજકોટઃ શહેરના વાતાવરણમાં આજે બપોરે નોંધપાત્ર પલટો જોવા મળ્‍યો હતો. બપોરે ૨.૩૦ વાગ્‍યાના સુમારે આકાશમાં ગરમીનું પ્રમાણ વધતા તાપમાનનો પારો ૩૬ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચ્‍યો હતો.

આકરા તાપની સાથે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાતા નાગરિકોને ગરમીની અસર વચ્‍ચે પણ પવનની લહેરોનો અનુભવ થયો હતો. અચાનક ફૂંકાયેલા આ પવનને કારણે રસ્‍તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકોને સાવચેતી રાખવાની ફરજ પડી હતી

(3:37 PM IST)