News of Tuesday, 7th April 2026
ત્રણ મહિના પૂર્વે થયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત હિરેનકુમાર ખાંટનું મોત
વિરપુર પાસે નાના મૌવા વિસ્તારના યુવાનને અકસ્માત નડયો'તોઃ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: રાજકોટના નાના મૌવા વિસ્તારમાં રહેતા અને સ્કૂલ બસ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકનું ત્રણ મહિના પૂર્વે થયેલ બાઇક અકસ્માત બાદ સારવારમા દમ તોડી દીધો છે. બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ઘેરો શોક રહવા પામ્યો છે.
હેરના નાના મૌવા સર્કલ પાસે આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક રહેતા ૪૧ વર્ષીય હિરેનકુમાર પ્રવીણભાઈ ખાંટ નામનો યુવક ગત તા. ૨૨/૧૨/૨૦૨૫ ના બાઈક લઈને ધોરાજીથી રાજકોટ પરત આવી રહ્યો હતો ત્યારે ઉમરાળી ગામ પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જતાં તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં મગજની ગંભીર ઈજાને કારણે ઓપરેશન કરવામાં આવ્યું હતું.ઓપરેશન બાદ પણ હિરેનના મગજમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી આજે વહેલી સવારે ઘરે હિરેનની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મળત જાહરે કર્યો હતો
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે વીરપુર પોલીસ મથકને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. યુવકના મોતથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.
(3:39 PM IST)










