<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

૩૦ એપ્રિલ સુધી પોલીસ કમિશ્નર દ્વારા વિવિધ ૧૮ પ્રતિબંધો લાદવામાં આવ્‍યા

મ્‍યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીને અનુલક્ષી

રાજકોટ, તા., ૭ : પોલીસ કમિશ્નર કચેરી સ્‍થિત સ્‍પેશ્‍યલ શાખામાંથી સ્‍થાનિક સ્‍વરાજ્‍ય ચુંટણી-૨૦૨૬ અંગેના કુલ-૧૮ જાહેરનામાઓ  બહાર પાડવામાં આવ્‍યા છે. જેમાં (૧) મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૨) મતદાન મથકમાં ૧૦૦ મીટરમાં પ્રચાર કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૩) ૨૦૦ મીટરની હદમાં ચૂંટણી ટેબલ રાખવા તથા ફોન લઇ જવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૪) ઉમેદવારી ફોર્મ ભરવા જતી વખતે કચેરીની ૧૦૦ મીટરના વિસ્‍તારમાં વાહનો લઇ જવા પર તેમજ ૫ વ્‍યક્‍તિઓથી વધુ વ્‍યક્‍તિઓને જવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૫) મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એસ.એમ.એસ.પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૬) રાજકીય આગેવાનોના કટ આઉટ ઉભા કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૭) કોઇ પણ ધાર્મિક સ્‍થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૮) લાઉડ સ્‍પીકર વગાડવા ઉપર નિયંત્રણ અંગેનું જાહેરનામું (૯) ચુંટણી અંગે પરવાનગી વગર સભા, સરઘસ કાઢવા અંગેનું જાહેરનામું (૧૦) મતદાન તેમજ મતગણતરીના દિવસે કેફી પદાર્થોનું વેચાણ કરતી દુકાનોને બંધ રાખવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૧૧) ચોપાનીયા, ભીતચિત્રો છાપવા કે પ્રસિધ્‍ધ કરવા પર નિયંત્રણ અંગેનું જાહેરનામું (૧૨) છટાદાર ભાષણ કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૧૩) જાહેર/ખાનગી દિવાલો ઉપર બેનરો લગાડવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૧૪) ચૂંટણી પ્રચાર અર્થે પરવાનગી લીધા વગર વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૧૫) મતગણતરીના સ્‍થળની આજુબાજુ ૧૦૦ મીટરના વિસ્‍તારમાં એકઠા થવા પર/સભા ભરવા પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું (૧૬) મતદાનના દિવસે મતદારોને વાહનની સગવડ પુરી ન પાડવા અંગેનું જાહેરનામું (૧૭) મુદ્રક પ્રકાશક અંગેનું જાહેરનામું (૧૮) સરકારી વિશ્રામ ગળહ, અતિથિ ગળહ, ડાક બંગલાના ઉપયોગ પર નિયંત્રણ અંગેના જાહેરનામાં પ્રસિધ્‍ધ કર્યા તારીખથી તા.૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલી રહેશે તેમ ડો. .એ.એલ.વરચંદ પોલીસ ઇન્‍સ્‍પેકટર, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચની યાદીમાં જણાવાયું છે.

(3:52 PM IST)