<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

એડવોકેટ અજીત પરમારની ડેપ્‍યુટી ચીફ લીગલ એઈડ ડીફેન્‍સ કાઉન્‍સિલ તરીકે નિમણૂક

 

રાજકોટ,તા.૭: ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વીસ ઓથોરીટી-અમદાવાદ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલ ભરતી પ્રક્રિયાના અંતે રાજકોટ સેશન્‍સ કોર્ટમાં ડેપ્‍યુટી ચીફ લીગલ એઈડ ડીફેન્‍સ કાઉન્‍સિલ તરીકે જાણીતા એડવોકેટ અજીત એલ. પરમારની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના પ્રિન્‍સીપલ ડિસ્‍ટ્રીકટ જજ તથા ડિસ્‍ટ્રીકટ લીગલ સર્વીસ ઓથોરીટી દ્વારા આ પસંદગી કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૮થી રાજકોટમાં વકીલાત કરતા અજીતભાઈ ક્રિમીનલ, સિવિલ અને રેવન્‍યુ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. તેઓ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે. અગાઉ તેમણે ખ્‍યાતનામ સીનીયર એડવોકેટ સ્‍વ. રાજકુમારસિંહજી પરમારના જુનિયર તરીકે કામ કર્યું હતું અને હાલમાં તેઓ એડવોકેટ રૂપરાજસિંહ પરમાર સાથે ફોજદારી પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. રાજકોટ લીગલ એઈડ ડીફેન્‍સ કાઉન્‍સિલની વિવિધ જગ્‍યાઓ માટે લેવાયેલા ઇન્‍ટરવ્‍યુમાં સફળતા મેળવી આ મહત્‍વના પદ પર સ્‍થાન મેળવવા બદલ અજીતભાઈ પરમારને સર્વત્રથી અભિનંદન મળી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ રાજકોટ અને સૌરાષ્‍ટ્રના વકીલો તેમજ તેમની ઓફિસના સહયોગી એડવોકેટ્‍સ સર્વ હુસેનભાઈ હેરંજા, રવી લાલ, જયદેવસીંહ ઝાલા, દીપકભાઈ ભાટીયા, અંકીતભાઈ ભટ્ટ અને અન્‍ય સાથી મિત્રો દ્વારા મો. ૯૯૭૯૯૨૧૧૫૧ પર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

(3:43 PM IST)