News of Tuesday, 7th April 2026
શહેર ભાજપ લઘુમતી મોરચાના કાર્યાલય સહમંત્રી તરીકે એડવોકેટ હુસેન હેરંજાની વરણી

રાજકોટ તા. ૭ :.. રાજકોટ શહેર ભાજપના વિવિધ મોરચા અને સેલના સંગઠનોમાં તાજેતરમાં હોદ્દેદારોની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને અન્ય વરિષ્ઠ આગેવાનોના માર્ગદર્શન હેઠળ, રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઈબ્રાહીમભાઈ સોનીના નેતળત્વમાં યુવા અને તરવરિયા એડવોકેટ હુસેન એમ. હેરંજાની કાર્યાલય સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
હુસેનભાઈ વર્ષ ૨૦૧૩થી કાયદાકીય ક્ષેત્રે સક્રિય છે, જેમાં તેમણે રેવન્યુ કન્સલ્ટન્ટ ઈકબાલભાઈ લિંગડીયા સાથે શરૂઆત કરી હતી અને હાલમાં તેઓ રાજકોટના જાણીતા એડવોકેટ રૂપરાજસિંહ પરમાર સાથે ફોજદારી કેસોમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. પોતાના મિલનસાર સ્વભાવ અને સ્વચ્છ પ્રતિભાને કારણે હુસેન હેરંજા બહોળું મિત્ર વર્તુળ અને સામાજિક સ્વીકળતિ ધરાવે છે. તેઓ ભાજપ લીગલ સેલમાં પણ સક્રિય છે અને નવી કોર્ટ ટ્રાન્સફર જેવી પ્રક્રિયાઓમાં નિઃસ્વાર્થ ભાવે યોગદાન આપી ચૂકયા છે. તેમની આ નિમણૂક બદલ ભાજપના વિવિધ મોરચાના આગેવાનો, વકીલ મંડળ અને તેમના ઓફિસ સહયોગીઓ જેવા કે એડવોકેટ અજીતભાઈ પરમાર, રવી લાલ, જયદેવસીંહ ઝાલા અને અન્ય સાથી મિત્રો દ્વારા તેમના મો. ૭૭૭૮૮૮૩૮૧૧ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(3:44 PM IST)










