તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th April 2026
વોર્ડ નં.૩ના મચ્છરોનું રાજ, લોકો બિમાર, કોર્પોરેશન નિંદ્રામાં
આજી નદીમાં ગાંડી વેલના પગલે વોર્ડના વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો ફાટી નિકળવાની દહેશત, સાધન-સામગ્રીના અભાવે વિસ્તારવાસીઓ પરેશાનઃ ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિલીપ આસવાણી

રાજકોટઃ મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી વોર્ડ નંબર ૩ ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણીની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાનું નઘરોળ તંત્ર દ્વારા નક્કર કામગીરી હાથ ન ધરાતા શહેરભરમાં મચ્છરનો ઉપદ્રવ વધવા પામ્યો છે. ખાસ કરીને રાજકોટના વોર્ડ નંબર ૩ના રેલનગર, પોપટ પરા ૫૩ ક્વાર્ટર થી સાધુવાસવાણી રોડ અને વોર્ડ નંબર ૩ ના નવા ડેવલપ થયેલા વિસ્તારોમાં સાંજે મચ્છરોનો અનહદ ત્રાસ છે. રાજકોટ મહાનગરપાલિકા માં સેટઅપ ઓછું હોય અને આરોગ્યમાં ફક્ત ૩૦ કર્મચારીના સેટ અપને પગલે અપૂરતો સ્ટાફ છે. અને સાધન સામગ્રી પણ અપૂરતી છે ફક્ત ત્રણ ફોગિગ મશીન હોવાના પગલે વોર્ડ નંબર ૩ માં સાંજ પડે મચ્છરના ઝુંડ જોવા મળે છે સાંજે ફોગિંગ મશીન કરવામાં આવતું નથી અને વહેલી સવારે પણ જ્યારે મચ્છરો આજી નદીની ગાંડી વેલ માંથી બહાર નીકળે છે ત્યારે ફોગિંગ કરાતું નથી. મચ્છર મુક્ત શહેર કરવા માટે દિવસના બદલે સાંજે અથવા વહેલી સવારે ફોગિંગ થવું જોઈએ. વોર્ડ નંબર ત્રણના મુખ્ય વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવે ત્યારે ફક્ત બહાર મુખ્ય રસ્તાઓ પર ગાડી ફેરવવામાં આવે છે જે પગલે મચ્છર ઘરમાં આવી જાય છે અને ડોર ટુ ડોર મચ્છર ને ડામવા અંગે કોઈ નકકર યોજના રાજકોટ મહાનગરપાલિકા પાસે ન હોવાના પગલે મચ્છરનો ઉપદ્રવ અનહદ થતો જાય છે.
શહેરમાં આજી નદીની ગાંડી વેલ જે મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર છે અને આ ગાંડી વેલના મચ્છરના ઉત્પાદન કેન્દ્રને ડામવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના મશીનો ખરીદવા છતાં મચ્છરો નેસ્ત નાબૂદ કરવામાં તંત્ર ઉણુ ઉતર્યું છે. જેના પગલે રાજકોટ ના વોર્ડ નંબર ૩ સહિતના વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરવાની દહેશત વ્યક્ત થઇ હોવાનું ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, દિલીપભાઈ આસવાણીએ અખબારી યાદીના અંતમાં જણાવાયું છે.
(3:46 PM IST)










