<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th April 2026

અપક્ષો માટે ૧૪૪ જેટલા મૂકત પ્રતિકો જાહેરઃ માન્ય પક્ષો માટે પ્રતિકો તૈયાર છેઃ આજથી સ્ટાફ તાલિમ શરૂ

ઉમેદવાર ઍક સાથે બે થી વધુ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે નહિઃ કાલે મોકપોલ

રાજકોટ, ૭ઃ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થઇ છે, શહેરના ૧૮ વોર્ડમાં પ્રથમ દિવસ ૧૦૦ જેટલા ફોર્મ ઉપડ્યા જેમાંથી હજૂ સુધી ઍક ફોર્મ ભરાયને પરત આવ્યા નથી. ચૂંટણી પંચ દ્વારા અલગ- અલગ ૧૪૪ જેટલા ઉમેદવારો પ્રતીકો નમૂના પુસ્તિકા પણ ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સાયકલ, ઘડિયાળ, કમળ, હાથનો પંજો, તીર, હોકી, ફૂટબોલ, ક્રિકેટના સ્ટોપ, હોકી સહિતના ૧૪૪ જેટલા પ્રતીકો ચૂંટણી પંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજથી રાજકોટ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તમામ સ્ટાફની ટ્રેનિંગ અને મોકપોલ સહિતની ટ્રેનિંગ આજથી શરૂ કરવામાં આવી છે. અપક્ષ ઉમેદવારોઍ પોતાની પસંદગીના ત્રણ પ્રતીકો ક્રમ અનુસાર દર્શાવવાના રહેશે, જેમાંથી ચૂંટણી અધિકારી દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવાર ઍક સાથે બે થી વધુ વોર્ડમાં ઉમેદવારી કરી શકશે નહીં તેવી બાંહેધરી પણ આપવાની રહેશે.(૬.૧પ)

(4:34 PM IST)