<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

પડધરીના સાસદડ પાસે વાહન-લોકોને હડફેટે લઇ મોબાઇલ લુંટી નાશી છુટેલ કારચાલક સહિત ચાર પકડાયા

પકડાયેલ ૪ શખ્‍સો પૈકી નવઘણ બાંભવા રે. મોરબી-ટંકારાના લાખોના દારૂ પ્રકરણમાં નામખુલ્લુ હતું: ૨૨ ગુન્‍હામાં પોલીસ ચોપડે ચડેલ ફરીયાદી

તસ્‍વીરમાં પકડાયેલ ચારેય શખ્‍સો નજરે પડે છે.

રાજકોટ, તા.૮: પડધરીના સાસદડ ગામ પાસે બેથી ત્રણ વાહન અને લોકોને હડફેટે લઇ મોબાઇલ લૂંટી નાશી છુટેલા કારચાલક સહિત ચાર શખ્‍સોને પડધરી પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલ ચાર પૈકી મોરબીના શખ્‍સનું મોરબી અને ટંકારાના લાખોના દારૂ પ્રકરણમાં નામ ખુલ્‍યું હતું.

મળતી વિગતો મુજબ પડધરી સરપદડ ગામે નવઘણ બાંભવા ભરવાડ રહે.પિયાવા તા.ટંકારા વાળો પોતાની બલેનો ફોર વ્‍હીલ કાર રજી. નં. જીજે-૦૩-પીજે-૫૭૬૧ વાળી પુરપાટ ઝડપે ચલાવતા રોડ પરના વાહનો તથા લારીને ટક્કર મારતા લોકોએ તેને સમજાવતા ગામ નવઘણ બાંભવા તથા તેની સાથે કારમાં રહેલ અન્‍ય ત્રણ ઇસમોએ ગામ લોકો સાથે માથાકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સરપદડ ગામથી સાહેદના મોબાઇલની લુંટ કરી અને સરપદડ ગામથી રાદડ,હિદડ, નાના ઇટાળા તથા નાના વડા ગામ સુધી બે-થી ત્રણ વાર પુરપાટ ઝડપે કાર ચલાવી મનુષ્‍યની જીંદગી જોખમમાં મુકી બે-થી ત્રણ વ્‍યક્‍તિને મારેડીભાનતા ઇજા પહોચાડી નાશી ગયેલ હોય જે બનાવ અંગે પડધરી પો.સ્‍ટે.માં ફરીયાદ થતા રૂરલ એસ.પી. વિજયસિ઼હ ગુર્જરના માર્ગદર્શન હેઠળ પડધરી પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. એમ.જી. ચૌહાણએ તાત્‍કાલીક અલગ-અલગ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ આધારે (૧) નવધણ મોહનભાઇ બાંભવા ઉ.વ. ૩ર, રહે. હાલ તુલશી પાર્ક સોસાયટી શનાળા રોડ મોરબી, (ર) નારણ નાનાભાઇ ભાંભવા રે. રૈયા રોડ શિવપરા શેરી નં. ર હનુમાન મઢી પાસે રાજકોટ (૩) રવિ રધુભાઇ બાંભવા રે. ભરવાડવાસ પડધરી તથા (૪) પ્રવિણભાઇ મંગાભાઇ બાંભવા રહે. દિગ્‍વિજય પ્‍લોટ શેરી નં. પ૧ જામનગરને લુંટાયેલ મોબાઇલ તથા કાર સાથે ઝડપી લીધા હતા.

 પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ નવધણ બાંભવા રે. મોરબી નું ગાઇકાલે મોરબી અને ટંકારામાં પકડાયેલ લાખોના વિદેશી દારૂ પ્રકરણમાં નામ ખુલ્‍યુ છે. તેની સામે મોરબી, જામનગર તથા રાજકોટ શહેરમાં અગાઉ રર ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહી પડધરી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.જી.ચૌહાણ, પીએસઆઇ એન.પી.ગોહિલ, પીએસઆઇ જે.જે.વાળા, એએસઆઇ ભગીરથસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, એચસી અનિરૂદ્ધસિંહ જાડેજા, ફુલદિપસિંહ ઝાલા, પીસી અશોકભાઇ ડાંગર, વસંતભાઇ ભુંડીયા, અબ્‍બાશભાઇ ભારમલ, સાગરભાઇ ખટાણા તથા મિલનભાઇ ડેરવાળીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(1:18 PM IST)