News of Wednesday, 8th April 2026
યુધ્ધ વિરામના પગલે ખાદ્યતેલોના ભાવો ઘટયા
પામોલીન તેલમાં ૩૦ રૂા., કપાસીયા તેલમાં ર૦ રૂા. અને સીંગતેલમાં ૧પ રૂા.નો ઘટાડો

રાજકોટ, તા., ૮ : અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામના પગલે ખાદ્યતેલોના ભાવોમાં ૧પ થી ૩૦ રૂા.નો ઘટાડો થયો છે.
સ્થાનીક બજારમાં અમેરીકા અને ઇરાન વચ્ચેના યુધ્ધ વિરામના પગલે આજે પામોલીન તેલમાં ૩૦ રૂપીયાનો કડાકો થયો હતો. પામોલીન તેલ લુઝના ભાવ ૧૪૮૦ રૂા. હતા તે ઘટીને ૧૪પ૦ રૂપીયા થઇ ગયા હતા. પામોલીન ટીનના ભાવ ર૩૪પ થી ર૩પ૦ રૂા. હતા તે ઘટીને ર૩૧પ થી ર૩ર૦ રૂા. થઇ ગયા છે. જયારે કપાસીયા તેલમાં ર૦ રૂપીયા ઘટતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૪પ૦ રૂપીયા હતા તે ઘટીને ૧૪૩૦ રૂપીયા અને કપાસીયા ટીનના ભાવ રપ૬પ થી રપ૯પ રૂા. હતા તે ઘટીને રપ૪પ થી રપ૭પ રૂા. થયા છે.
સીંગતેલમાં પણ ૧પ રૂા. ઘટતા સીંગતેલ લુઝ ૧૭૪૦ રૂા. હતુ તે ઘટીને ૧૭રપ અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૯૬૦ થી ૩૦૧૦ રૂા. હતા તે ઘટીને ર૯૪પ થી ર૯૯પ રૂા. થઇ ગયા છે.વિશ્વ માર્કેટમાં ક્રુડના ભાવોમાં કડાકો થતા ખાદ્યતેલોના ભાવો તૂટયા હોવાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.
(3:46 PM IST)










