તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ચૂંટણીની અસરઃ અડધા દિ'માં વેરાની માત્ર ૧.૨૫ કરોડની આવક
પ્રમાણીક કરદાતાઓએ તંત્રની તિજોરી ભરવાનું શરૂ કર્યુ : કોર્પોરેશનને આગોતરી આવકઃ કરદાતાઓને વળતરનો લાભઃ વળતર યોજનાના પ્રારંભે બપોરના ૧ વાગ્યા સુધીમાં અંદાજીત રર૦૦ લોકોએ લાભ લીધોઃ ર હજારથી વધુ મિલ્કત ધારકોએ ૧.રપ કરોડનો વિશેષ ૧ ટકાનો લાભ લીધો

રાજકોટ, તા. ૮: આજથી મનપામાં વેરાવળતર યોજનાની કોઇપણ હોંહા વગર શરૂઆત થઇ છે. ચુંટણી જાહેર થઇ જતા આચાર સંહિતના કારણે કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવતા ગરમીમાં પણ પ્રથમ દિવસે ઠંડો પ્રતિસાદ મળવા પામ્યા છે.
ગતવર્ષે વેરા વળતર યોજનાના પ્રથમ દિવસે બપોરે ૧ વાગ્યા સુધીમાં ૮૭ર૭ લોકોએ લાભ લઇ ૩.૮૯ કરોડ જમા કરાવી વિક્રમ સજર્યો હતો.
જયારે આજથી શરૂ થયેલ યોજનામાં બપોરે ર વાગ્યા સુધીમાં રર૦૦ જેટલા લોકો દ્વારા રૂા. ૧.રપ કરોડનો વેરો ભરવામાં આવ્યો છે. આમ આચાર સંહિતાની મનપાની તિજોરી ઉપર પણ અસર પડવા પામી છે.
સને ૨૦૨૬-૨૭ના વર્ષમાં તા.૩૧ મે સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને ૧૦% વળતર તથા મહિલા મિલ્કત ધારકોને વધારાના ૫% વળતર એટલે કે ૧૫% અને તા.૩૦ જુન સુધી એડવાન્સ મિલ્કત વેરો ભરનાર મિલ્કત ધારકને ૫% અને મહિલા મિલ્કત ધારકને ૧૦% વળતર આપવાનું મંજુર કરાયેલ છે. આ બંને યોજનામાં ઓનલાઈન મિલ્કત વેરો ભરનાર મિલ્કતધારકને વિશેષ ૧% વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સતત ત્રણ વર્ષથી આવી યોજનાનો દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧% આપવામાં આવશે. તેમજ ૪૦% થી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલ્કતોને વિશેષ ૫% વળતર આપવામાં આવશે.
આથી મહતમ સંખ્યામાં પ્રથમ કરદાતાઓ એડવાન્સ મિલ્કત વેરો ભરપાઇ કરી વળતરનો લાભ પ્રાપ્ત કરે તેવી જાહેર અપીલ છે. કરદાતાઓ રાજકોટ મહાનગર પાલિકાની ત્રણેય ઝોન ઓફીસ, તમામ સિટી સિવિક સેન્ટર, તમામ વોર્ડ ઓફીસ, આઇ.સી.આઇ.સી.આઇ બેકં ખાતે અને ઓનલાઇન મિલ્કત વેરો ભરપાઇ કરી શકાશે.
મિલ્કત વેરો કયાં ભરી શકાશે ?
* કરદાતાઓ રાજકોટ મહાનગરપાલિકાની
વેબસાઇટ www.rmc.gov.in ત્રણેય
ઝોન ઓફીસ
* તમામ સિટી સિવિક સેન્ટર
* તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ
(3:03 PM IST)










