<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

હસનવાડીની સરાજાહેર હુમલાની ઘટનામાં સંડોવાયેલો જયેશ ઉર્ફે ગટીયો પાસામાં

 

રાજકોટ, તા., ૮: થોડા સમય પહેલા હસનવાડીના ધરમ એપાર્ટમેન્‍ટ નાદ ટ્રાન્‍સપોર્ટની ઓફીસ બહાર યુવાન પર જાહેરમાં ખુની હુમલો કરનાર જયેશ ઉર્ફે ગટીયો મહેશભાઇ દવે (ઉ.વ.ર૬) (રહે. દામજી મેપા પ્‍લોટ શેરી નં. ૩)નામના ગુન્‍હાહીત ઇતિહાસ ધરાવતા શખ્‍સને ભકિતનગર પીઆઇ જે.ડી.પરમારે પાસા હેઠળ અટકાયત કરવા કરેલી દરખાસ્‍ત અંતર્ગત પીસીબીના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને ભકિતનગર પીએસઆઇ જે.જે.ગોહીલની ટુકડીએ ઝડપી લઇ અમદાવાદ મધ્‍યસ્‍થ જેલમાં ધકેલી દીધો હતો.

(3:11 PM IST)