તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
યુનિયન બેંકના ATMમાં આચારસંહિતાનો ઉલાળીયો : સ્ક્રીપ્ટમાં પી.એમ.ની તસ્વીરો આવે છે
કોંગ્રેસ અગ્રણીની મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ

રાજકોટ, તા. ૮ : શહેર કોંગ્રેસ સમિતિના સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (આર.ટી.આઇ એકટવિસ્ટ)ની યાદી મુજબ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત તારીખ ૧ એપ્રિલ ર૦ર૬ ના રોજ કરવામા આવતા જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી જાય છે.
પરંતુ ચૂટણી પંચના આદેશને કેટલાક અધિકારીઓ ઉલાળીયો કરતા હોય આવું જ યુનિયન બેંકના એટીએમમાંથી થયું છે.
રાજકોટ શહેરના ૮૦ ફુટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખાના માં PM ની તસવીરો સ્ક્રિપ્ટમાં આવી રહી છે. જે પગલે આચારસંહિતા અમલમાં આવી ત્યારે બ્રાન્ચ મેનેજરનું ધ્યાન મૌખિક દોરવામાં આવ્યું હતું અને એટીએમ ની અંદર રહેલ વડાપ્રધાન નું પોસ્ટર હટાવવા માટે પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી ગજેન્દ્રસિંહ ઝાલાએ તત્કાલીન સમયે પોલીસ ઇન્સ્પેક્ટરને અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી મોબાઇલ બોલાવ્યા બાદ PM ની તસવીર હટાવવામાં આવી હતી.
તત્કાલીન સમયે એટીએમમાં આવતી તસ્વીર પણ હટાવવા બ્રાન્ચ મેનેજર નું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તેમ છતાં યુનિયન બેન્કના એટીએમ માં સ્ક્રીપ્ટમાં વડાપ્રધાનની તસવીરો હટાવવામાં ન આવતા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રાજકોટને ગત રાત્રે આ બાબતે ટેલીફોનિક ફરિયાદ થી વાકેફ કરવામાં આવ્યા હતા. તસવીર ન હટાવવા બદલ અને ચૂંટણી પંચના આદેશનું ઉલ્લંઘન કરનાર જવાબદાર અધિકારી સામે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રાજકોટને લેખિત ફરિયાદ કરાવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (મો. ૯૪ર૬ર ર૯૩૯૬) ની યાદીમાં જણાવાયું છે
(3:45 PM IST)










