<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

મનહરપુરમાં બિમારીથી કંટાળી વૃધ્‍ધ ભૂપતભાઈ વાડોદરીયાનો આપઘાત

પુત્રએ પિતાને ઉભા થવા માટે લોખંડના એંગલમાં જે દોરી લાંબી હતી તેનાથી જ ફાંસોખાઈ જીંદગી ટૂંકાવી

રાજકોટ, તા.૮: શહેરના જામનગર રોડ પર આવેલા મનહરપુર-૧ મફતિયાપરા વિસ્‍તારમાં લાંબી બીમારી અને પથારીવશ હાલતથી કંટાળીને ૭૦ વર્ષીય વળદ્ધે પોતાના જ ઘરે લોખંડના એંગલમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી છે.

મળતી વિગતો મુજબ, મનહરપુર-૧ માં રહેતા ભૂપતભાઈ ભારથીભાઈ વાડોદરીયા (ઉં.વ.૭૦) છેલ્લા ત્રણ મહિનાથી પથારીવશ હતા. ત્રણ મહિના પહેલા પડી જવાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ જાતે હલનચલન કરી શકતા નહોતા. તેમને પથારીમાંથી ઊભા થવામાં ટેકો મળી રહે તે માટે પરિવારે ઘરના લોખંડના એંગલમાં એક દોરી બાંધી આપી હતી. આજે વહેલી સવારે ભૂપતભાઈએ આ જ દોરીનો ઉપયોગ કરી ગળાફાંસો ખાઈ લીધો હતો.

સવારે પુત્ર પિતાના રૂમમાં ગયો ત્‍યારે ભૂપતભાઈ લટકતી હાલતમાં જોવા મળ્‍યા હતા. બનાવની જાણ થતા જ તાત્‍કાલિક ૧૦૮ બોલાવવામાં આવી હતી પરંતુ તપાસ બાદ તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્‍ટાફ દોડી આવ્‍યો હતો અને જરૂરી પંચનામું કરી મળતદેહને પોસ્‍ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું છે કે, મળતક ભૂપતભાઈ નિવળત્ત જીવન ગાળતા હત. તેઓને હૃદય સંબંધિત ગંભીર બીમારી પણ હતી. લાંબી બીમારી અને પથારીવશ હાલતને કારણે તેઓ માનસિક રીતે કંટાળી ગયા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન છે

(3:28 PM IST)