તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
ગુજરાત ફર્સ્ટ સ્ટુડીયો ઓન વ્હીલ્સ ‘‘અકિલા''ના આંગણે

રાજકોટઃ ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા નવતર અભિગમ અપનાવાયો છે. જે અંતર્ગત ગુજરાતના ૩૪ જીલ્લાઓમાં ગુજરાત ફર્સ્ટ સ્ટૂડીયો ઓન વ્હીલસ પરીભ્રમણ કરી રહ્યો છે. ગત ૧ જાન્યુઆરીમાં અંબાના આર્શીવાદ લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ રથનું પ્રસ્થાન કરાવેલ.
આ સ્ટૂડીયો ઓન વ્હીલ્સ સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લામાં પ્રવેશ કરેલ છે. સામાજીક, સમાજના વિકાસ સહિતના પ્રશ્નોને ખાસ એપિસોડ આ સ્ટૂડીયો ઓન વ્હીલસમાં તૈયાર કરવામાં આવે છે. જેમાં ગુજરાત ફર્સ્ટ ચેનલ હેડ ડો. વિવકકુમાર ભટ્ટના નેતૃત્વમાં ૧૨ લોકોની ટીમ લાઇવ કેમેરા સાથે સજજ હોય છે.
૩૪માંથી ૧૨ જીલ્લાઓ પૂર્ણ થયા છે. તસ્વીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુજરાત ફર્સ્ટ ચેનલના હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ નજરે પડે છે. આ પ્રસંગે એસોસીએટ એડીટર ધર્મેશ વૈદ્ય, માર્કેટીંગ વાઇસ પ્રેસીડન્ટ રૂપેશ સેન સૌરાષ્ટ્ર ચીફ રહીમ લાખાણી, એન્કર જે.ડી. ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:30 PM IST)










