<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

બળજબરીથી સોનાના દાગીના કઢાવવા છરીથી હુમલો કરનાર મંથન મુંધવા પાસામાં ધકેલાયો

રાજકોટ, તા., ૮: આગામી મ્‍યુનિસીપલ કોર્પોરેશનની ચુંટણીઓ શાંતિપુર્ણ માહોલમાં યોજાય અને કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસે આગોતરા પગલા શરૂ કર્યા છે. આ ઝુંબેશ અંતર્ગત ગુન્‍હેગારો સામે પાસા સહિતના અટકાયતી પગલાઓ લેવાઇ રહયા છે.

ગઇકાલે ભકિતનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની કેવડાવાડી શેરી નં. ૧ માં રહેતા અને અગાઉ બળજબરી અને ધમકી સહિતના ૩ જેટલા ગુન્‍હા કરી ચુકેલા મંથન મનીષ મુંધવા જાતે ભરવાડ (ઉ.વ.૧૯)ને પીઆઇ જે.ડી.પરમારની દરખાસ્‍તના આધારે પીસીબી પીઆઇ એમ.આર.ગોંડલીયા ભકિતનગરના સબ ઇન્‍સ્‍પેકટર જે.જે.ગોહીલ,  એએસઆઇ નિલેશ મકવાણા તથા હરવિજયસિંહ ગોહીલ સહિતના સ્‍ટાફે ઝડપી લઇ પાસાનું વોરંટ બજાવી અમદાવાદ જેલહવાલે કર્યો હતો.

(3:44 PM IST)