તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
કોંગ્રેસનો વોર્ડ નં. ૧૭માં ટીકીટ મુદ્દે વિરોધ : ઘનશ્યામસિંહ જાડેજાને ઉમેદવાર બનાવો : મહિલાઓ દ્વારા માંગ
હસનવાડી વિસ્તારના લોકોનું પૂર્વ કોર્પોરેટરને જોરદાર સમર્થન

રાજકોટ, તા. ૮ : મનપાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૧૭માં કોંગ્રેસ પક્ષની ઉમેદવાર યાદી જાહેર થતાં જ સ્થાનિકોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાનું નામ યાદીમાંથી કપાતા હસનવાડી વિસ્તારમાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વિરોધ દરમિયાન ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવી હતી અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી પક્ષના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. ૅઘનશ્યામસિંહ જાડેજાને ટિકિટ આપોૅ જેવા નારા લગાવી લોકોએ પોતાની માંગ જોરશોરથી રજૂ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘનશ્યામસિંહ જાડેજાએ વિસ્તારમાં વિકાસ કામો કર્યા હોવાથી તેમને ફરી ઉમેદવાર બનાવવા જોઈએ. પક્ષ દ્વારા લેવાયેલા નિર્ણયથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ આ મુદ્દે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ વિરોધને કારણે રાજકીય તાપમાન વધ્યું છે
(3:32 PM IST)










