<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th April 2026

અખીલ ગુજરાત પ્રજાપતિ સંઘની અમદાવાદમાં નિર્માણાધિન કન્‍યા છાત્રાલય અંગે મીટીંગ

રાજકોટ,  અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આદ્યસ્‍થાપક દલસુખભાઈ સી પ્રજાપતિના અધ્‍યક્ષ સ્‍થાને રાજકોટ મુકામે ટ્રસ્‍ટી વસંતભાઈ ચૌહાણના નિવાસ સ્‍થાને વષાાલ અમદાવાદમાં નિર્માણાધીન અદ્યતન કન્‍યા છાત્રાલયના બાંધકામ અનુસંધાને મિટિંગ યોજાઈ હતી. જેમાં રાજકોટના તમામ ગોળના પ્રમુખો/સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા નિર્માણાધીન અદ્યતન કન્‍યા છાત્રાલયના નિર્માણ માટે કરેલ દાનની અપીલને ઉપસ્‍થિત મહાનુભાવોએ ભવ્‍ય પ્રતિસાદ આપ્‍યો હતો. 

(3:33 PM IST)