તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th April 2026
સોમવારે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ૫૪૯મો પ્રાગટય ઉત્સવ ઉજવાશે
રાજકોટ શહેરની ૨૦થી વધુ પુષ્ટિમાર્ગીય આચાર્યોની હવેલીઓ દ્વારા રાજકોટ શહેર સમસ્ત વૈષ્ણવ સમાજના ઉપક્રમે સહીયારૂ આયોજન : બાલભવન ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, ૨૦થી વધુ વૈષ્ણવાચાર્યશ્રીઓ પણ પદયાત્રા કરશે, ધર્મસભા, મહાપ્રસાદઃ શહેરની ૨૬ ગૌશાળાઓમાં બે હજાર કિલો લાડુનો ભોગ અને પાંચ હજાર મણ ઘાસચારો અપાશેઃ વૈષ્ણવોને ઉમટી પડવા આહવાન

રાજકોટઃ આગામી તા.૧૩ એપ્રીલ ચૈત્રવદી ૧૧ (એકાદશી) એટલે પુષ્ટિ પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય જગદગરૂ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભજીનો ૫૪૯ મો પ્રાગટય ઉત્સવ (જન્મ જયંતિ) આવી રહયો છે. આ પ્રસંગે ગૌસેવા, માનવ સેવા - દેવદર્શન, સામુહીક પાઠ અનુષ્ઠાનો સહિત શોભાયાત્રા / ધર્મસભાઓ જેવા વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે.
સૌરાષ્ટ્રનું મધ્યસ્થ શહેર રાજકોટમાં પણ ૨૦ થી વધુ પુષ્ટિમાર્ગિય આચાર્ય નિવાસો સાથેની હવેલીઓ અને વિશાળ સંખ્યામાં વૈષ્ણવ સમુદાય વસતો હોવાથી અહિ પ્રાગટય ઉત્સવની એક આગવી અને પ્રાચિન ઉજવણી પરંપરા સચવાએલી છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષો થયા શહેરમાં બિરાજતા યુવા વૈષ્ણવાચાર્યો દ્વારા શહેરના વિરાટ વૈષ્ણણ સમૂહને એક છત્ર એક ધ્વજ નીચે જોડી યુવા પેઢીને શ્રીકૃષ્ણ ભક્તિ અને ગૌસેવા તેમજ માનવ સેવા પ્રતિ પ્રેરીત કરવા બધા જ વૈષ્ણવાચાર્યોએ સાથે મળી પ્રાગટય ઉત્સવ સામુહિક શહેર સમસ્તનું આયોજન કર્યું હોવાનું જણાવાયું છે.
સમસ્ત રાજકોટ વૈષ્ણવ સમાજ સમિતિ દ્વારા આગામી તા.૧૩ એપ્રીલ ને સોમવારે સાંજે શહેરની મધ્યમાં રેસકોર્ષના ‘બાલભવન' ઓપન થિયેટર ખાતે દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
બાલભવનથી બહુમાળી ભવન ગેઈટ તરફથી રેસકોર્ષ રીંગ રોડ એક વિરાટ શોભાયાત્રા નિકળશે. જેમાં શહેરના બધા જ વૈષ્ણવાચાર્યો ‘પદયાત્રા' કરતાં બિરાજીત રહી શોભાયાત્રા આગેવાની સાથે માર્ગદર્શન કરશે.
આ શોભાયાત્રામાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના અનેકો સ્વરૂપો પોડા-બગી-૨થો માં બિરાજીત કરાવી જયઘોષ' અને પુષ્પવૃષ્ટિ સાથેનો રસાલો બેન્ડવાજા, કેશીયો પાર્ટી, ઘોડા, બગ્ગી શ્રી મહાપ્રભુજીના જીવન કવન વ્યક્ત કરતાં ૧૦ થી વધુ ટ્રક-મેટાડોર-ફલોટસ સાથે હજારોની સંખ્યામાં વૈષ્ણવો સાથેની શોભાયાત્રા ગેલેકસી સીનેમા- અકિલા ચોક - કિશાનપરા ચોક થઈ આમ્રપાલી અંડર બ્રીજ સામેના રસ્તે -બાલભવનના મુખ્ય ગેટમાં પ્રવેશ સાથે બાલભવન ઓપન થિયેટર પહોંચી ધર્મસભામાં પરિવર્તન થશે - અહિં વૈષ્ણવ કિર્તનકારો દ્વારા વધાઈ ગાન ભગવદ સ્વરૂપોને આચાર્યશ્રીઓ દ્વારા તિલક-માલ્યાર્પણ અને આરતિ-વંદન સહિતના કાર્યક્રમો યોજાશે.
આ શોભાયાત્રા/ધર્મસભામાં વૈષ્ણવાચાર્યોશ્રીઓ-સપ્તમપીઠાધીશ્વર ગો.શ્રી વ્રજેશકુમારજી શ્રી ચરણાટ હવેલીના આચાર્ય ગો.શ્રી ગોવિંદરાયજી - શ્રી માધવ મહલ હવેલીના આચાર્ય ગો. શ્રી વિશાલકુમારજી શ્રી વલ્લભાશ્રય હવેલીના ગો.ડો. શ્રી અભિષેકલાલજી - શ્રી કૃષ્ણાશ્રય હવેલીના ગો. શ્રી અક્ષયકુમારજી શ્રી સર્વોત્તમ હવેલીના ગો. શ્રી પરાગકુમારજી - શ્રી સપ્તમપીઠ હવેલીના ગો. થી અનિરૂધ્ધલાલજી - શ્રી દ્વારકેશ ભુવન હવેલીના ગો. શ્રી રત્નેશકુમારજી - શ્રી ચરણાટ હવેલીના ગો. શ્રી રૂચિરરાયજી - શ્રી રસકુંજ હવેલીના ગો. શ્રી પુરૂષોત્તમલાલજી એવમ ગો. શ્રી ગોપેશરાયજી - શ્રી વલ્લભાશ્રય હવેલીના ગો. શ્રી દ્વારકેશલાલજી -શ્રી કૃષ્ણાશ્રય હવેલીના ગો. શ્રી રમણેશકુમારજી - શ્રી સપ્તમપીઠ હવેલીના ગો. શ્રી રસેષકુમારજી -શ્રી દ્વારકેશ ભવન હવેલીના ગો. શ્રી અવંતશકુમારજી તેમજ શ્રી ચરણાટ હવેલીના ચિ.ગો. શ્રી વલ્લભલાલજી પ્રવચન આપશે.મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાગટય ઉત્સવની પૂર્વ સંધ્યાએ વિવિધ મંદિર-હવેલીઓમાં વિશેષ દર્શનો ઉપરાંત શ્રી સર્વોત્તમ સ્તોત્ર /શ્રી યમુનાષ્ટક / શ્રી યમુનાજીના ૪૧ પદો જેવા પાઠ / અનુષ્ઠાનોતેમજ ઉત્સવની પ્રભુના પલના નંદોત્સવ જેવા દર્શન ઉપક્રમો યોજાશે.
પ્રાગટયને અંતર્ગત ગૌસેવાના ભાગરૂપ શ્રી કામર્થનુ ગૌસેવા લાડવા મંડળના વૈષ્ણવ ભાઈ-બહેનો દ્વારા ઉત્સવાહની પૂર્વ સંધ્યાએ સાત સ્વરૂપ હવેલી ખાતે બે હજાર કિલો લાડવાઓના નિર્માણ સાથે ઉત્સવની સવારે આચાર્યશ્રીઓના આશિર્વાદ સાથે શહેર આસપાસની ૨૬ જેટલી ગૌશાળા / પાંજરાપોળમાં પહોંચાડાશે.
એ જ રીતે શહેરની જાણીતી શ્રીજી ગૌશાળાના ગૌસેવક પરિવારો દ્વારા પ હજાર મણ લીલો ચારો - ટ્રક /ટ્રેકટર / મેટાડોર ભરી જુદી-જુદી ૨૬ જેટલી ગૌશાળાઓમાં ત્યાંની ગૌસંખ્યા પ્રમાણે પહોંચતો કરાશે. વૈષ્ણવ સમાજને આ પ્રાગટય ઉત્સવમાં વૈષ્ણવી વેશ સાથે વિરાટ સંખ્યામાં સંમિલીત થવા આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં જેરામભાઈ વાડોલીયા, રવજીભાઈ ડઢાણીયા, વિજયભાઈ પટોડીયા, ગોવિંદભાઈ દાવડા, ભુપેન્દ્રભાઈ છાટબાર, કેતનભાઈ આડેસરા અને દીનેશભાઈ કારીયા નજરે પડે છે.
આ અંગે વધુ માહિતી માટે માધવદાસ ફીચડીયા( મો. ૯૮૨૫૦ ૭૫૦૨૮) મનસુખભાઈ સાવલીયા (મો.૯૮૭૯૦ ૨૫૪૫૫) કમલનયનભાઈ સોજીત્રા (મો.૯૯૭૮૯ ૯૯૭૯૧, મોહનભાઈ વાડોલીયા (મો.૯૮૨૫૨૧૧૧૮૫)નો સંપર્ક કરવા જણાવાયું છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:34 PM IST)










