News of Thursday, 9th April 2026
૧૦૮ની ટીમ દ્વારા રાજકોટ બસપોર્ટ ખાતે ડ્રાઇવર-કંડકટરો માટે નિદાન કેમ્પ

રાજકોટઃ વર્લ્ડ હેલ્થ ડે નિમિતે રાજકોટ બસપોર્ટ ખાતે ડેપો મેનેજર શ્રી જી.એચ.ચગના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર તેમજ કંડક્ટર તેમજ અન્ય સ્ટાફ માટે ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૧૦૮ની ટિમ સાથે એક્ઝિક્યુટિવ મેનેજર શ્રી મયૂરભાઈ ડોડીયા તેમજ ઇએમટી શ્રી મયૂરભાઈ ચૌહાણ તેમજ કિશનભાઈ વાઢેર દ્વારા તમામ ડ્રાઈવર અને કંડક્ટર તેમજ અન્ય સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ હતું
(2:10 PM IST)










