<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

લોધીકામાં મજૂરને લઇ જવા બાબતે કૌટુંબીક ભાઇઓ બાખડયાઃ વાહનોમાં તોડફોડ

આઘેડને પતાવી દેવાની ધમકી આપનાર પ શખ્‍સ સામે ફરીયાદ

રાજકોટ તા. ૯ :.. લોધીકામાં મજૂરને લઇ જવા બાબતે કૌટુંબીક ભાઇઓ બાખડતા આઘેડને ધમકી આપી પ શખ્‍સોએ વાહનોમાં તોડફોડ કરી હતી.

મળતી વિગતો મુજબ કાનાભાઇ ઉર્ફે કાનજીભાઇ ખેતાભાઇ ચૌહાણ ઉ.૪પ ધંધો ખેતી, રહે. લોધીકા વાજાવાસાં બાપા સીતારામમ મંદિર પાસેથી તેના કૌટુંબીક ભાઇ બાલાભાઇ કરશનભાઇ ચૌહાણ, (ર) મુકેશ કરશનભાઇ ચૌહાણ (૩) મુન્નાભાઇ કરશનભાઇ ચૌહાણ, (૪) કિશનભાઇ અશોકભાઇ ચૌહાણ તથા (પ) રવીભાઇ અશોકભાઇ ચૌહાણ, રહે. બધા લોધીકા વાજાવાસ સમયે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને આરોપી (૧) એ મજૂર હકા ધારસીને લઇ જવા બાબતે બોલચાલી કરી ધમકી આપી, આરોપી (૧) થી (પ)નાઓ ગે. કા. મંડળી રચી, ફરીયાદી પાસે આવી હવે તું કેવો મંજૂર હકા ધારસીને લઇ જાય છે તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી, ફરીયાદીને મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી ભાગી જતા આરોપી નંબર ૧ લોખંડનો સળીયો લઇને આવી ફરીયાદીના ઇકો કારી તથા બોલરા ગાડીના કાચમાં તોડફોડ કરી નુકશાન કર્યુ હતું.

આ ફરીયાદ અન્‍વયે લોધીકા પોલીસે ઉકત પાંચેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હથ ધરી છે. 

(12:01 PM IST)