<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

વિજયભાઇ રૂપાણીની ૧૦ મી માસિક પુણ્‍યતિથીએ રવિવારે નિઃશુલ્‍ક કેમ્‍પ

પુજીત રૂપાણી ટ્રસ્‍ટ ખાતે દવાઓ પણ અપાશે

રાજકોટઃ શ્રી પુજીત વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ અંતર્ગત આગામી રવિવાર તા. ૧ર સવારે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમ્‍યાન શ્રી પુજીત વિજયભાઇ રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટ ‘‘કિલ્લોલ'' ૧- મયુરનગર,  રાજકોટ મ્‍યુનિસિપલ કશોર્પોરેશન (પૂર્વઝોન) સામે, ભાવનગર રોડ ખાતે ચામડી, દંતરોગ, બાળરોગ, કાન-નાક-ગળાના દર્દો માટે નિદાન સારવાર નિઃશુલ્‍ક દવા વિતરણ તેમજ લેબોરેટરી વિભાગ દ્વારા લોહીની પ્રાથમિક તપાસ કરી આપવામાં આવશે.

ટ્રસ્‍ટના દંત વિભાગમાં ખૂબ જ નજીવા  દરે દાંતની દરેક પ્રકારનીઉત્તમ સારવાર કરવામાં આવે છે.

આ કેમ્‍પમાં કાન-નાક-ગળા વિભાગમાં ડો. જતિનભાઇ મોદી, ડો. દર્શનભાઇ ભટ્ટ, ચામડી વિભાગમાં ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. પૂજાબેન ભીંડોરા, ડો. પ્રિયંકાબેન સુતરીયા, બાળરોગ વિભાગમાં ડો. નિખિલભાઇ શેઠ, ડો. અનિલભાઇ સાંજવા (પીડીયોટ્રીક  સર્જન) દંતરોગ વિભાગમાં ડો. બિંદનભાઇ શાહ, ડો. પ્રિતેશભાઇ વોરા, ડો. બંસીબેન કારીયા, ડો. નેહાંશીબેન રામાનુજ સેવા આપશે. કેમ્‍પના આયોજનમાં ટ્રસ્‍ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટની મેડીકલ કમિટી મેમર્બ્‍સ મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, ડો. નયનભાઇ શાહ, દિવ્‍યેશભાઇ અઘેરા,ગીતાબેન બિપીનભાઇ વસા, શૈલેષભાઇ લોટીયા, હરીશભાઇ શાહ, કેતનભાઇ મેસવાની કાર્યશીલ છે.

કેમ્‍પની વિશેષ માહિતી માટે ટ્રસ્‍ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો ટ્રસ્‍ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. ૦૨૮૧-૨૭૦૪૫૪૫  પર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

(2:11 PM IST)