હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખડગેના વાણી વિલાસના વિરોધમાં રાજકોટ ભાજપનું લોહી ઉકળી આવ્યું : મોટી સંખ્યામાં મોૈન ધરણા

રાજકોટ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને ‘‘ અભણ અને મુર્ખ'' કહેવાની દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પાવન ભૂમિનું અપમાન કરી ફરીવાર કો઼ગ્રેસ નેતાઓએ પોતાના દેશની જનતા પ્રત્યે અવિવેકી ભાષનો ઉપયોગ કરતાં શહેર ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના કિશાનપરા ચોક ખાતે બેનર એન પ્લેકાર્ડ સહિત દેખાવો કરી મોૈન ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હોવાનું ભાજપની યાદીમા઼ જણાવે છે.
આ મોૈન ધારણા કાર્યક્રમમાં પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, ડો. માધવ દવે, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, રક્ષાબેન બોળીયા, કિશોરભાઇ રાઠોડ, મનીષ રાડીયા, સહિતના ભાજપના વરિષ્ઠ આગેવાનો સહિત રાજકોટ શહેર હોદેદારો, પૂર્વ હોદ્ેદારો, મોરચાના હોદ્ેદારો, પૂર્વ મોરચાના હોદ્ેદારો, વોર્ડના પૂર્વ કોર્પોરેટરશ્રીઓ સહિત તમામ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખયામાં ઉપસ્થિત રહ્યા હોવાનુંજણાવાયું છે.











