<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

આત્‍મનિર્ભર ફાઉન્‍ડેશન દ્વારા રવિવારે નારી શકિત એવોર્ડઃ ર૦૧ મહિલાઓનું સન્‍માનઃ નાટક

રાજકોટઃ  આત્‍મનિર્ભર ફાઉન્‍ડેશન દ્વારા આગામી તા. ૧ર રવિવારે બપોરે ૩ વાગ્‍યે મોરિસ બેન્‍કવેર્ટ હોલ (ભૂતખાના ચોક) ખાતે ‘‘નારી શકિત એવોર્ડ-ર૦ર૬'' નું આયોજન કરવામાં આવેલું છે. જેમાં ર૦૧ એવોર્ડ અપાશે શિલ્‍ડની સાથે સ્‍યોર ગ્રીફટ પણ આપવામાં આવશે. આ વખતે બરોડા, અમદાવાદ તથા ગાંધીધામથી પણ મહિલાઓ જોડાશે. આ એવોર્ડમાં બિઝનેઝ એવોર્ડ, સામાજિક કાર્યકરતા, સાસુ-વહુ, મા-દિકરી એવોર્ડ અપાશે. સાથે ‘‘નારી ના જન્‍મથી અંત સુધી નાટકનું પણ આયોજન થયેલ છે.

કાર્યક્રમમાં ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, ભરતભાઇ બોઘરા, જીમ્‍મીભમાઇ અડવાણી, બ્રહ્મદેવ સમાજ રાજદિપસિંહ રિબડા,આનંદભાઇ ઠાકુર, પરેશભાઇ વિઠ્ઠલાણી, નિશાંત ગોસ્‍વામી, સુધીરસિંહ જાડેજા -ક્રાઇમ બ્રાન્‍ચ, ડો. મયંક રાવલ તથા અલ્‍પેશ લ્‍હેરૂ ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા આત્‍મનિર્ભર ફાઉન્‍ડેશનના પ્રમુખ તન્‍વી લ્‍હેરૂ, જયશ્રીબેન ગોહેલ, મયુરીબેન પંડયા, મધુબેન પાલા, સીમાબેન નાયક , પારૂલબેન બુધ્‍ધદેવ તથા સમગ્ર ટીમ જહેમત ઊઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:13 PM IST)