હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સરદાર પટેલના જીવન ચરિત્ર પર રાજકોટમાં ત્રિ-દિવસીય વ્યાખ્યાન માળાનું આયોજન
શૈલેષ સગપરિયા દ્વારા પ્રસ્તુત ‘સરદાર ગૌરવ ગાથા': ૧૧ થી ૧૩ એપ્રિલ દરમિયાન ગંગોત્રી પાર્ક મેઈન રોડ ખાતે જામશે જ્ઞાનગંગા

રાજકોટઃ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંસ્થા ‘શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ' દ્વારા આગામી સમયમાં પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ જીવનમાંથી નવી પેઢીને પ્રેરણા મળે અને સમાજમાં એકતા તથા સદવિચારોનું સિચન થાય તેવા શુભ હેતુ સાથે ‘સરદાર ગૌરવ ગાથા' નામની ત્રિ-દિવસીય વ્યાખ્યાન માળા યોજાશે.
આ વ્યાખ્યાન માળામાં જાણીતા યુવા મોટિવેશનલ સ્પીકર અને પૂર્વ ક્લાસ-૧ અધિકારી ર્ંશ્રી શૈલેષભાઈ સગપરિર્યાં પોતાની આગવી શૈલીમાં સરદાર પટેલના જીવન પ્રસંગો અને તેમના સંઘર્ષની ગાથા રજૂ કરશે. રાજકોટ શહેરમાં પ્રથમ વખત શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટના માધ્યમથી આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ કાર્યક્રમ તા.૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલ, (શનિ, રવિ, સોમ) દરરોજ સાંજે ૮ કલાકે યોજાશે. કાર્યક્રમનું સ્થળ શિલ્પન નોવા બિલ્ડીંગની સામે, ગંગોત્રી પાર્ક મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ રાખવામાં આવ્યું છે. ધર્મપ્રેમી જનતાને આ ત્રિ-દિવસીય જ્ઞાન સભર વ્યાખ્યાન માળાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
તસ્વીરમાં શ્રી ઉમિયા સેવા પ્રગતિ મંડળ ટ્રસ્ટ-રાજકોટ પ્રમુખ ગૌતમ ધમસાણીયા (મો.૯૮૨૪૪ ૫૫૫૦૦) ઉપપ્રમુખ જશવંતભા ઠોરીયા, ઓ.વી.ભોરાણીયા અને માનવજીભાઈ રામોલીયા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)










