હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માહોલ એન્ટરટેનમેન્ટ દ્વારા સોમવારે ‘ધ માહોલ શો'
ડિજિટલ પ્લેટફોર્મની સફળતા બાદ હવે લાઇવ સ્ટેજ પ્રોગ્રામ : વાર્તા, કોમેડી, સેલેબ્રીટી ટોક શો અને સંગીતનો સમન્વય : ટીકીટ બુકીંગ ચાલુ

રાજકોટ તા. ૯ : મનોરંજનની દુનિયામાં કઇક નવું જ પીરસવાના હેતુ સાથે માહોલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આગામી તા.૧૩ના સોમવારે ‘ધ માહોલ શો'નું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા માહોલની ટીમે જણાવ્યુ હતુ કે ડિજિટલ પ્લેટફોર્મ પર સફળતા મેળવ્યા બાદ હવે લોકોને લાઇવ સ્ટેજનો અનુભવ કરાવવા એપીસોડ-ર તૈયાર કરાયો છે. જેમાં વાર્તા, કોમેડી, સેલીબ્રીટી ટોક શો અને સંગીત એમ અલગ અલગ ચાર પ્રકારના મનોરંજનનો સમન્વય જોવા મળશે.
‘બાની વાર્તાઓ'ના માધ્યમથી લોકોને રસપ્રદ વાર્તાઓ પીરસાશે. જયારે ‘ગપાટા' સેશનમાં ગુજરાતી ફિલ્મ કલાકારો જયેશ મોરે, કિંજલ રાજપ્રિયા, ડેનિશા ઘુમરા અને મૌલિક ચૌહાણ સાથે ટોક શો થશે. જેના હોસ્ટ દેવર્ષિ પંડયા સાથે ભરપુર કોમેડી માણવા મળશે. જયારે ‘સુર સંગાથ'માં કાઠીયાવાડી સંસ્કૃતિ અને જમીન સાથે જોડાયેલા લોકગીતો અને સંગીતની મજા માણવા મળશે. યુવા ગાયક કલાકારો મોજ કરાવશે.
ટીમ નાટયમ સાથે મળીને માહોલ એન્ટરટેનમેન્ટ દ્વારા ‘ધ માહોલ શો' વિઝડમ સ્કુલની સહપ્રસ્તુતિમાં આયોજન સાકાર થવા જઇ રહ્ય છે. બીજી રીતે જોઇએ તો સરકારના વોકલ ફોર લોકલ મિશનને પ્રોત્સાહન આપવાનો સરળ પ્રયાસ આ કાર્યક્રમના માધ્યમથી થઇ રહ્યો છે. કેમ કે આ કાર્યક્રમમાં સ્થાનિક કલા, સંસ્કૃીત અને પ્રતિભાઓને મંચ આપવા પ્રયાસ કરાયો છે.
તા.૧૩ના સોમવારે રાત્રે ૮.૩૦ વાગ્યે હેમુ ગઢવી મુખ્ય હોલ ખાતે આયોજીત ‘ધ માહોલ શો'ની ટીકીટના ભાવ રૂ.૨૫૦, ૨૦૦, ૧૫૦ રાખેલ છે. જે મેળવવા માટે મો.૭૮૬૧૯૧૪૫૭૬ અથવા મો.૮૨૦૦૯ ૮૮૭૨૮ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હર્ષ પંડયા, આદિત્યરાજસિંહ ઝાલા, આર. જે. દેવ્યાની, વી. જે. ચાર્મી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)










