હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલમાં અભિયાન ટ્રેકર્સ દ્વારા ટ્રેકીંગ કેમ્પઃ અખુટ કુદરતી સૌંદર્ય માણવાની તક

રાજકોટ, તા., ૯ : છેલ્લા ૨૬ વર્ષથી હિમાચલના બરફાચ્છાદિત અને લીલાચ્છમ પહાડોમાં ટ્રેકિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે. અભિયાન ટ્રેકર્સ દ્વારા કરવામાં આવે છે. જેમાં દસ વર્ષના બાળકોથી માંડી વળધ્ધો સુધીના લોકો હોંશે-હોંશે ભાગ લઈ અખૂટ કુદરતી સોંદર્યનો લ્હાવો લે છે. આ વર્ષે પણ હિમાચલમાં ટ્રેકિંગ કેમ્પ યોજાયો છે. જેમાં સૌરકુંડી ટ્રેક, દધ્ધુ થાચ, મહાલી ટ્રેકીંગ રૂટ પર કુદરતનું અખુટ સૌંદર્ય માણી શકાશે. બરફના મેદાનમાં ભ્રમણ, પીરપાંજાલ, ધૌલાધાર રેન્જના પરિદ્રશ્ય હનુમાન ટીંબા, ઈન્દ્રાસન શીખરોના અદભુત નજારા માણી શકાશે. રાત્રી રોકાણ ૧૩ હજાર ફુટની ઉંચાઈ પર થશે. કેમ્પમાં ભોજન, કેમ્પ ફાયર સહિતની મજા માણી શકાશે. જોડવા ઇચ્છુકોએ વધુ માહિતી માટે રેલ્વેના ભુતપુર્વ ક્રિકેટર અને અભિયાન પ્રેસિડેન્ટ સી. બી. જાડેજાનો મો. ૯૮૨૫૫ ૦૭૬૭૬ અથવા ૮૯૦૫૧ ૫૧૫૧૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.










