<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

ન્‍યાય એવમ અધિકારી સમિતિ પ્રદેશ પ્રમુખ પરસોતમભાઇ મુંગરાની વોર્ડ નં. ૧૨માં દાવેદારી

 

રાજકોટ તા. ૭ : ન્‍યાય એવમ અધિકારી સમિતિના પ્રદેશ પ્રમુખ પરસોતમભાઇ એન. મુંગરાએ રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં. ૧૨માંથી દાવેદારી નોંધાવી છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્‍સ પ્રક્રિયામાં ફોર્મ ભરી ટીકીટની માંગણી કરી છે. તેઓ સામાજીક કાર્યકર છે અને લોકોના પ્રશ્‍નો સામે હંમેશા અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ સામાજીક સંગઠન માનવ અધિકાર સમિતિમાં રાજકોટ જિલ્લા મીડિયા પ્રભારી તરીકે સેવા આપી ચુકયા છે અને હાલ ન્‍યાય એવમ અધિકાર સમિતિ તેમજ પોલીસ મિત્ર સંગઠનમાં જિલ્લા કોઓર્ડીનેટર છે. ભારત નિવિદા લાઇન સમાચાર સાથે પણ સંકળાયેલા છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમને ટીકીટ ફાળવવામાં આવે તેવી તેમના સમર્થકોની લાગણી હોવાનું પરસોતમભાઇ મુંગરા (મો.૯૮૭૯૨ ૮૫૮૭૨)ની યાદીમાં જણાવાયુ છે.

(3:50 PM IST)