<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

આંબેડકરનગરમાં વિદેશી દારૂના ૩૯૩ ચપલા સાથે દિલીપ પરમાર પકડાયોઃ પીસીબીનો દરોડો

યુનિ, પોલીસ અને પ્ર. નગર પોલીસે વિદેશી દારૂ સાથે ૪ ને ઝડપી લીધાઃ દેશી દારૂ સાથે ૧૧ પકડાયા

રાજકોટ,તા.૯: દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલ આંબેડકરનગરમાં પીસીબીએ દરોડો પાડી વિદેશી દારૂના ૩૯૩ ચપલા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

પીસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્‍સ. યુવરાજસિંહ રાણા સહિતના સ્‍ટાફે આંબેડકરનગર શેરી નં.૧૪/૧ના ખુણે રહેતા દિલીપ કેશુભાઇ પરમારના ઘરમાં દરોડો પાડી વિદેશી દારૂના ચપલા નંગ ૩૯૩ કિંમત ૯૮૦૫૬ સાથે દિલીપને ઝડપી લીધો હતો. આ દારૂનો જથ્‍થો દિલીપે તેના ભાઇ ભરતકેશુભાઇ પરમાર પાસેથી લીધાની કબૂલાત આપતા ભરતની શોધખોળ હાથ ધરાઇ છે. તેમજ યુનિવર્સિટી પોલીસે પુષ્‍કરધામ  મેઇન રોડ પરથી હિતેષ તુલસીભાઇ પરમાર ધંધો વેપાર રહે. ઓજી. એપાર્ટમેન્‍ટ ફલેટ નંબર ૩૦૨એવી. સ્‍પીડવેલ સર્કલ પાસેને ઇંગ્‍લિશદારૂની બોટલ ૧૮૦ એમએલ કિંમત રૂા.૨૦૦ તથા યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન કાલાવડ રોડ પર આઇઓસી પેટ્રોલ પંચ પાછળથી લક્ષ્યકુમાર મનસુખભાઇ શેખાત ધંધો પ્રાઇવેટ નોકરી રૈયારોડ તુલસી સુપર માર્કેટની સામે સેફાયર ગોલ્‍ડબી ૬૦૩ ને ઇંગ્‍લીશદારૂની બોટલ કિંમત ૩૦૦૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ પ્ર. નગર સ્‍ટેશન પરસાણાનગર શેરી નં.૧ પાસેથી અશોક હોથચંનભાઇ વિધાણી ધંધો વેપાર રહે. જુલેલાલનગર શેરીનં. ૧ ને વિદેશી દારૂના ૮ ચપલા કિંમત રૂા. ૧૬૦૦ સાથે ઝડપી લીધો હતો. તથા પ્ર.નગર પોલીસે કસ્‍તુરબા રોડ સરગમ રેસ્‍ટોરન્‍ટ સામેથી વિશાલ રણજીતભાઇ ચોૈહાણ રહે. ધરમસિનેમા પાછળ ગર્વમેન્‍ટ  કર્વાટર નં. ડી. ૫૬ તથા રાજુ જયંતીભાઇ સરવૈયા રહે. જામનગર રોડ સ્‍લમ કવાર્ટરના ખુણેને વિદેશી દારૂના ચપલા નંગ ૨ કિંમત રૂા. ૪૦૦ સાથે ઝડપી લીધો હતો.  જયારે દેશી દારૂના દરોડામાં કુવાડવા રોડ પોલીસે ભાવેશ હીરાભાઇ રાઠોડ રહે. શિતલપાર્ક ચોકડી રૈયાધાર ચુનાના ભઠ્ઠા પાસેને સોખડા ચોકડી સર્કલ પાસેથી દેશીદારૂ લીટર ૩ કિંમત રૂા.૬૦૦ તથા માલ્‍યસણ ચોકડી પાસેથી  રૂપાબેન છગનભાઇ મકવાણા રહે. લાલપરી મફતીયાપરાને દેશીદારૂ લિટર ૩ કિંમત રૂા.૬૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી. તેમજ ભકિતનગર પોલીસે ઢેબરરોડ અટીકા ઇન્‍ડસ્‍ટીઝ એરીયા પોથી ગંગાબેન રાજુભાઇ સોલંકીને દેશી દારૂ લિટર પાંચ કિં. ૧૦૦૦સાથે, તથા ઢેબર કોલોની નારાયણનગર શેરી નં.૧૦ મફતીયાપરામા ંદેશીદારૂની ભઠ્ઠી પર રેડ કરી દેશીદારૂ લીટર ૨૫ કિ.૫૦૦૦ તથા આથો લિટર ૪૦૦ કિ. ૧૦૦૦ સહિત કુલ ૧૬૩૭૫ના મુદામાલ સાથે ધરમકિશન રાઠોડને ઝડપી લીધો હતો. આજીડેમ પોલીસે કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર પાસેથી કરણ ઉર્ફે લાલો રમેશભાઇ ખોળા રહે. શીતરામ સોસાયટી શેરી નં. ૫ દેશીદારૂ લીટર૧૦ કિ. રૂા.૨૦૦૦ તથા ભાવનગર હાઇવે ઉપર સરધારગામ પાસે નિલેશ ચંદુભાઇ મકવાણા રહે. સરધારગાને દેશીદારૂ લીટર ૨ કિ. ૪૦૦ સાથે ઝડપી લીધો હતો. તેમજ માલવીયા નગર પોલીસે અમરનગર શેરીનં. ૨માં રહેતા રણજીત ભુપતભાઇ ડાભી દેશીદારૂ લીટર ૧૧ કિ. ૨૨૦૦ સાથે તથા માયાણીનગર આવાસ કવાર્ટર પાસે ભરતનારણભાઇ જાદવ રહે. કવાર્ટર નં. ૨૨ને દેશીદારૂ લીટર૭ તેમજ ૧૪૦૦ સાથે ઝડપી લીધો હતો.  તાલુકા પોલીસે નાનામૌવા રોડ ભીલનગર મછીમાર્કેટ પાસેથી હેતલબેન રમેશભાઇ ચારોલીયા રહે. મોટા મોૈવા ઝુપડપટીને દેશીદારૂ લીટર ૪ કિ. ૮૦૦ સાથે તથા મવડી રામધન આશ્રમ પાછળ ઝૂપડામાં  રહેતા  શામજી સગ્રામભાઇ માથાસુરીયાને દેશીદારૂ લીટર પ કિ.૧૦૦૦ અને એ ડીવીઝન પોલીસે રામનાથપરા જુની જેલ સામે પુલ પાસેથી ધવલ કિશોરભાઇ વિઠ્ઠલાણી રહે. ભકિતનગર સ્‍ટેશન પ્‍લોટ શેરી નં. ૧૮ને દેશીદારૂ લિટર ૬ કિ. ૧૨૦૦ પકડી પાડી કાર્યવાહી કરી હતી.

(3:49 PM IST)