<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

અન્‍યસ્ત્રી સાથે સંબંધ રાખતા પતિનો પત્‍નીને ત્રાસઃ રકાબી ફટકારી

ઇન્‍દિરા સર્કલ પાસે સાકાર એપાર્ટમેન્‍ટમાં રહેતા પુજાબેનના પતિ ગૌરવ દાસાણી અને સાસુ સસરા વિરૂધ્‍ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા., ૯ : શહેરના ઇન્‍દીરા સર્કલ પાસે રહેતી ૩૫ વર્ષીય પરિણીતાએ પોતાના પતિના અન્‍યસ્ત્રી સાથેના સંબંધો અને સાસરિયાંઓના ત્રાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્‍ય મહિલા સાથે ફોન પર વાત કરવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા પતિએ પત્‍નીને રકાબીનો છૂટો ઘા મારી ઈજા પહોંચાડી હોવાનો ગંભીર બનાવ સામે આવ્‍યો છે.

ફરિયાદની વિગત મુજબ ઇન્‍દિરા સર્કલ પાસે સાકાર એપાર્ટમેન્‍ટમાં રહેતા પુજાબેન ગૌરવભાઈ દાસાણી (ઉ.વ.૩૫)ના લગ્ન ૨૦૨૧માં ગૌરવભાઈ વિજયભાઈ દાસાણી સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ જ પતિના અન્‍ય મહિલા સાથેના સંબંધો બહાર આવ્‍યા હતા. જ્‍યારે પુજાબેને આ બાબતે વિરોધ કર્યો, ત્‍યારે પતિ દ્વારા અવારનવાર શારીરિક હિંસા કરવામાં આવતી હતી. પુજાબેનને જાણ થઈ હતી કે તેમના પતિ અન્‍ય કોઈ મહિલા સાથે વોટ્‍સએપ અને ફોન દ્વારા સંબંધ ધરાવે છે. આ બાબતે પૂછપરછ કરતા પતિ અવારનવાર શારીરિક હિંસા આચરતા હતા. નવાઈની વાત તો એ છે કે, જ્‍યારે પુજાબેને આ અંગે પોરબંદર રહેતા પોતાના સાસુ હીનાબેન અને સસરા વિજયભાઈને જાણ કરી, ત્‍યારે તેમણે પણ પુત્રનો પક્ષ લઈને જણાવ્‍યું હતું કે, ઙ્કગૌરવ મહિલા મિત્ર સાથે વાત કરે તો તને શું વાંધો છે?

પુજાબેન જ્‍યારે ગર્ભવતી હતા ત્‍યારે અને દીકરા પુરવ (ઉ.વ.૨)ના જન્‍મ બાદ પણ સાસરિયાંઓ દ્વારા માનસિક ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું. સાસુ હીનાબેન નાની નાની વાતોમાં ઘરકામ બાબતે મેણા-ટોણા મારી કહેતા કે ઙ્કઆ ફ્‌લેટ અમારા નામનો છે, તું અહીંથી નીકળી જા.

દરમિયાન ગત તા. ૦૭/૦૪/૨૦૨૬ ના રોજ સવારે સવા આઠેક વાગ્‍યે પુજાબેને પોતાના દીકરાના ભવિષ્‍ય માટે સાસુ-સસરાને સાથે રહેવા આવવા માટે પતિને વાત કરી હતી. આ વાતથી ઉશ્‍કેરાઈ ગયેલા પતિ ગૌરવભાઈએ પુજાબેનને ગાળો આપી રકાબીનો છૂટો ઘા માર્યો હતો. આ હુમલામાં પુજાબેનને ડાબા ગાલ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

ત્રણ શખ્‍સો સામે ગુનો દાખલ

પુજાબેને હાલ પોતાના પિતાના ઘરે આશરો લીધો છે અને યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપીઓ ગૌરવ વિજયભાઈ દાસાણી (પતિ), હીનાબેન વિજયભાઈ દાસાણી (સાસુ) અને વિજયભાઈ દાસાણી (સસરા) વિરૂધ્‍ધ હેડકોન્‍સ. જી.એસ. ઝાલાએ આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:48 PM IST)