<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th April 2026

કુટણખાના પર બી-ડિવિઝન પોલીસનો દરોડો : સંચાલક, ગ્રાહક પકડાયા

ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક હોટેલવાળી શેરીના મકાનમાં ચાલતો હતો દેહવ્‍યાપાર : સૂત્રધાર હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢીના કહેવાથી ઋત્‍વિક જમોડ સુરત, મુંબઈની લલનાઓ રાખી લોહીનો વેપલો કરતો હતોઃ પીઆઇ જી. આર. ચૌહાણ, પીએસઆઇ એ.બી. ચૌધરી, હેડકોન્‍સ.ક્રિપાલસિંહ જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટ, તા., ૯: શહેરના બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશન હેઠળના વિસ્‍તારમાં ચાલતા દેહવિક્રયના અડ્ડા પર પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર ગ્રીન લેન્‍ડ ચોકડીથી આગળ આવેલી દ્વારકાધીશ હોટલ વાળી શેરીમાં એક મકાનમાં ચાલતા કુટણખાના પર પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્‍યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે સંચાલક, ગ્રાહક સહિતને પકડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 દરોડાની વિગતો મુજબ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર જી.આર. ચૌહાણને બાતમી મળી હતી કે નવાગામ પોલીસ ચોકી સામે કાળા કલરના ડેલા વાળા મકાનમાં હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢી નામની વ્‍યક્‍તિઓ બહારથીસ્ત્રીઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે એસીપી (ઉત્તર વિભાગ)ની મંજૂરી મેળવી એક ટીમ તૈયાર કરી હતી. પોલીસ દ્વારા બે રાહદારી પંચોને બોલાવી, તે પૈકી વિશાલભાઈ થરેસાને રૂ. ૫૦૦ની બે ચિホતિ નોટો આપી ડમી ગ્રાહક તરીકે મોકલવામાં આવ્‍યા હતા.

ડમી ગ્રાહકનો સંકેત મળતા જ પોલીસની ટીમે મકાનના પહેલા માળે દરોડો પાડ્‍યો હતો. તપાસ દરમિયાન બે અલગ-અલગ રૂમોમાંથીસ્ત્રી-પુરૂષો કઢંગી હાલતમાં મળી આવ્‍યા હતા. રૂમની તપાસ કરતા ત્‍યાંથી વાપરેલા અને વણવપરાયેલ કોન્‍ડોમના પેકેટ મળી આવ્‍યા હતા, જેનો પોલીસે નાશ કર્યો હતો. ઘટનાસ્‍થળેથી સુરત અને મુંબઈ જેવી જગ્‍યાએથી દેહવિક્રય માટે બોલાવાયેલી મહિલાઓ પણ મળી આવી હતી.

પકડાયેલા સંચાલક અક્ષય મથુરભાઈ જમોડની પૂછપરછમાં સામે આવ્‍યું હતું કે મુખ્‍ય સૂત્રધાર હિતેશ ઉર્ફે રાણો અને અમિત ઉર્ફે દાઢીના કહેવાથી તે અહીં સંચાલન કરતો હતો. ગ્રાહકો પાસેથી રૂ. ૧૦૦૦ વસૂલવામાં આવતા હતા, જેમાંથી રૂ. ૫૦૦ મહિલાને આપવામાં આવતા અને બાકીના રૂ. ૫૦૦ સંચાલકો રાખતા હતા. પોલીસે સંચાલક પાસેથી ડમી ગ્રાહકને આપેલી ચિホતિ નોટો તેમજ રોકડા રૂ. ૫૮૦૦, રૂ. ૧૫,૦૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૦,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે હિતેશ ઉર્ફે રાણો, અમિત ઉર્ફે દાઢી, અક્ષય જમોડ અને ગ્રાહક તરીકે પકડાયેલ રૂત્‍વિક વછાણી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફીક ઙ્કીવેન્‍શન એક્‍ટ ૧૯૫૬ની કલમ ૩, ૪ અને ૫ મુજબ ગુન્‍હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. જી.આર. ચૌહાણ, પી.એસ.આઈ. એ.બી. ચૌધરી અને સર્વેલન્‍સ સ્‍ટાફના ક્રિપાલસિંહ જાડેજા સહિતના જોડાયા હતા. 

(2:44 PM IST)