હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વ શાંતિ માટે નવકાર મહામંત્ર જાપનું જૈન-જૈનતરો દ્વારા સામુહિક પઠન
જીતો દ્વારા વર્લ્ડ નવકાર ડેનું ૧૦૮થી વધુ દેશોમાં આયોજનઃ દિલ્હી ખાતે ગૃહમંત્રી શાહ કાર્યક્રમમાં સામેલ થયા : વિભીન્ન ક્ષેત્રોમાં તણાવ અને સંઘર્ષ સતત વધ્યા છે ત્યારે આધ્યાત્મિક પ્રયાસોનું વિશેષ મહત્વઃ અમિતભાઈ શાહ : રાજકોટ ખાતે બીએપીએસ મંદિરના સભાગૃહમાં મુખ્ય કાર્યક્રમ યોજાયોઃ શહેરના જૈન ઉપાશ્રયોમાં પણ નવકાર મહામંત્રના જાપ ગુંજ્યા

રાજકોટ તા.૯: આજે વર્લ્ડ નવકાર ડે નિમિતે વિશ્વભરના ૧૦૮થી વધુ દેશોમાં જૈન સંઘોમાં સામુહિક નવકાર મંત્ર જાપનું ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આયોજન જીતો દ્વારા કાલાવડ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત શેઠ ઉપાશ્રય ખાતે ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂ.સાધનાબાઈ મ.સ., રૈયા રોડ હિલ સંઘ ખાતે પૂ.ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી પૂ.હસુતાબાઈ મ.સ., ગોંડલ રોડ વેસ્ટ ખાતે તપસ્વી રત્ના પૂ.વનીતાબાઈ મ.સ.ની નિશ્રામાં તથા એટલાન્ટીસ હિલ્સ સોસાયટીમાં પણ વર્લ્ડ નવકાર ડેની ઉજવણી કરવામાં આવી.
રાજકોટમાં જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો) દ્વારા વિશ્વ વર્લ્ડ નવકાર દિવસની ઉજવણીરૂપે આજે ગુરુવારનાં નવકાર મહામંત્રનાં કરોડો જાપનું આયોજન કરાયુ હતું.
શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરમાં આવેલ યોગી સભા ગળહ ખાતે સવારે ૭.૦૨ થી ૯.૩૬ સુધી નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવેલ હતું.
આ નવકાર મહામંત્ર જાપમાં રાજકોટમાં બિરાજમાન પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી સૂરીશ્વરજી મહારાજા, પ.પૂ. મુનિ મનકચંદ્ર સાગરજી મહારાજ સાહેબ, પૂ.તપસ્વી રત્ન મુનશ્રી અભય રત્ન વિજયજી મહારાજ સાહેબ, શિલ્પ વિધિજ્ઞ પંન્યાસશ્રી સૌમ્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ, પૂ.મુનિ દિવ્ય પદ્મ મહારાજ સાહેબ, બાપજી મહારાજ સંપ્રદાયનાં પ.પૂ. સાધ્વી વર્યા કલાવતી શ્રીજી મહારાજ સાહેબએ પાવન નિશ્રા પ્રદાન કરેલ હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી યશોવિજયજી સૂરીશ્વરજી મહારાજા એ અનેક દ્રષ્ટાંત દ્વારા નવકાર મહા મંત્રનો મહિમા જણાવેલ હતો, આ ઉપરાંત પ.પૂ. મુનિ મનકચંદ્ર સાગરજી મહારાજ સાહેબએ આર્શિવચન પાઠવેલ, પધારેલ ગુરુભગવંતોએ દરરોજ ૧૨ નવકાર મંત્ર લખીને પણ નવકાર મંત્ર સાથે જોડાઈ શકો છો.
આ કાર્યક્રમમાં અંજલીબેન રૂપાણી, ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજા, જયભાઈ શાહ, જીનીયસભાઈ મૈયડ, સંજયભાઈ લુણાગરીયા, ડીજીપી સાહેબશ્રી રોશનજી, અંગતભાઈ જૈન (આઈ.એ. એસ.), જયેશભાઈ શાહ-સોનમ કલોક, મેધરાજભાઈ, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, રશ્મીકાંત મોદી, કિશોરભાઈ દોશી, હર્ષલભાઈ શાહ (જેબીઓ), જીતુભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, મધુભાઈ ખંધાર, નિલેશભાઈ શાહ, શીરીષભાઈ બાટવીયા સહીતનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત લુક એન લર્નનાં દીદી તેમજ કમલેશભાઈ શાહ અને જ્યોતીનભાઈની ટીમ દ્વારા નવકાર મહામંત્રનું લયબઘ્ધ પઠન કરાવવામાં આવેલ હતું. પધારેલા મહેમાનોનું જીતો દ્ારા શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત JITO રાજકોટનાં ચેરમેન હેમલ શાહ દ્વારા કરવામાં આવેલ હતું અને અંતમાં આભાર વિધી JITO રાજકોટનાં સેક્રેટરી અમીષ મહેતા દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન JITO રાજકોટનાં ધરાબેન દોશી દ્વારા કરવામાં આવેલ હતું.
આ વર્ષે કેન્દ્રીય ગળહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહયા હતા.
અમીતભાઈએ જણાવેલ કે, હું જીતોને અભિનંદન આપવા માગું છે કે તેમણે ૯ એપ્રિલે વિશ્વ કલ્યાણ માટે નવકાર મંત્રના જાપ કર્યા. વિશેષરૂપ એવા સમયે જયારે વિશ્વ એક-બીજા ઉપર પોતાની ઈચ્છા થોપવા માટે યુધ્ધ ઉપર ઉતર્યુ છે. આજના ભૂ-રાજકીય માહોલમાં જયાં વિભિન્ન ક્ષેત્રોમાં તણાવ અને સંઘર્ષ સતત વધ્યા છે ત્યારે આધ્યાત્મિક પ્રયાસોનું વિશેષ મહત્વ છે.
રાજકોટ ખાતે યોજાયેલ નવકાર મહામંત્ર જાપમાં લક્કી ડ્રો દ્વારા ઘણાં બધા ઈનામો તથા પ્રભાવના જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલ. સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા હેતુથી રાજકોટનાં તમામ જૈન ભાઈ-બહેનો ઉપરાંત અન્ય સમાજનાં ભાઈ-બહેનો પણ નવકાર મહામંત્રના જાપમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ નવકાર મહામંત્ર જાપ કાર્યક્રમને સફળ બનાવવા ‘જીતો' રાજકોટનાં ચેરમેન હેમલ શાહ, અમીષ મહેતા, કૌશીક શાહ, તેજસ શાહ, કીશોરભાઈ દોશી, નરેન્દ્રભાઈ મહેતા ઉપરાંત પ્રોજેકટ ચેરમેન હિમાંશુ મહેતા, પરેશ મહેતા, શૈલેષ બદાણી, કમલેશ મોદી, અનીક શેઠ, હરીન મહેતા, નીતેશ કામદાર અને ટીમ જીતો તેમજ ટીમ જીતો લેડીઝ વિંગનાં જયશ્રીબેન શાહ અને શ્વેતાબેન સંઘાણી તેમજ ટીમ જીતો યુથનાં હર્શિલ શાહ, દર્શિત મહેતા અને જીતો બીઝનેશ નેટવર્કનાં દર્શનભાઈ મહેતા અને રાજેશભાઈ લાઠીયા સહીતનાં અનેક મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે.
આ આયોજનના મુખ્ય સ્પોન્સર માતુશ્રી અનસુયાબેન છબીલદાસ શાહ પરિવાર હસ્તે દીપા જયેશભાઇ શાહ (સોનમ કલોક) છે










