હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કમલ મહેતાને એકિઝકયુટીવ કાઉન્સીલમાંથી દૂર કરી શિસ્તભંગની કાર્યવાહી કરવા બારોટની માંગ
મહેતા-બારોટનો વિવાદ વકર્યોઃ કુલપતિને પત્ર પાઠવી નિદત બારોટની રજૂઆત

રાજકોટઃ તા.૯, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો. નિદત બારોટ અને અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો. કમલ મહેતા વચ્ચે વિવાદ વકરી રહયો છે.
ડો. નિદત બારોટે કુલપતિને પત્ર પાઠવીને જણાવ્યું કે ડો. કમલ મહેતાના નામે દર્શાવવામાં આવેલ સંશોધન પેપર્સ, જેના આધારે તેમને એકિઝકયુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે સ્થાન મળ્યું હતું તે હવે સંબંધિત જર્નલ દ્વારા રદ કરવામાં આવ્યા છે, તેવું મને IQAC સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહેકમ વિભાગ મારફતે જાણ કરેલ છે. વર્તમાન સ્થિતિમાં ડો. કમલ મહેતા EC ના સભ્ય રહેવા માટેની લાયકાત ધરાવતા નથી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એકટ-ર૦ર૩ મુજબ એકિઝકયુટિવ કાઉન્સિલના સભ્ય માટેઃ શૈક્ષણિક પ્રતિષ્ઠા,સંશોધન ક્ષેત્રમાં યોગદાન, પ્રમાણિકતા, આવશ્યક છે, જે પૈકી કમલ મહેતા પાસે કશુ વધતુ નથી, માટે કમલ મહેતાને EC સભ્ય તરીકે રદ કરવા જોઇએ.
ડો. નિદત બારોટે કુલપતિ જોશીને પત્ર પાઠવી માંગણી કરી કે ઉપરોકત પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને (૧)ડો. કમલ મહેતાને તાત્કાલિક અસરથી એકિઝકયુટિવ કાઉન્સિલમાંથી દૂર કરવામાં આવે,(ર) તેમની નિમણૂંકને શરૂઆતથી જ અમાન્ય જાહેર કરવામાં આવે, (૩) તેમની વિરૂધ્ધ શિસ્તભંગ કાર્યવાહી શરૂ કરવામાં આવે, જેમાં: ખોટી માહિતી આપવી, શૈક્ષણિક કૌભાંડ, (૪) જવાબદાર અધિકારીઓની જવાબદારી નકકી કરવામાં આવે, (પ) આ મામલો સરકાર તથાUGCને જાણ કરવામાં આવે, (૬) સ્ટેટયુટરી પોસ્ટ ભવનના અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવે.










